જામનગર શહેરના સિટી ‘સી’ ડિવિઝન પોલીસ મથકની હદમાં સગીરા પર દુષ્કર્મ આચરવાના ગુનામાં નામદાર પોક્સો કોર્ટ દ્વારા કડક વલણ અપનાવતા આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. પોક્સો કોર્ટ દ્વારા પુરાવાઓ અને સરકારી વકીલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી આ મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે.


શું હતો સમગ્ર કેસ?

જામનગરના સિટી ‘સી’ ડિવિઝન વિસ્તારમાં સગીરા પર અત્યાચાર ગુજારવાની ઘટના બની હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપી જયદીપ લુણાશિયાની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા આ કેસમાં પૂરતા પુરાવાઓ એકત્ર કરી નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવી હતી અને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.

કોર્ટની કડક કાર્યવાહી અને સજા

આ કેસ જામનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલવા ઉપર આવતા, સરકારી વકીલ દ્વારા પીડિતાના પક્ષમાં મજબૂત દલીલો કરવામાં આવી હતી. સમાજમાં દાખલો બેસે અને માસૂમ બાળકીઓ સુરક્ષિત રહે તે હેતુથી કડક સજાની માંગણી કરવામાં આવી હતી. નામદાર કોર્ટે તમામ પાસાઓને ધ્યાને રાખી આરોપી જયદીપ લુણાશિયાને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

4 લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ

આ ઉપરાંત, કોર્ટ દ્વારા પીડિતાને થયેલા શારીરિક અને માનસિક આઘાતના વળતર રૂપે આરોપી દ્વારા રૂપિયા 4 લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે. જામનગર પોલીસની ત્વરિત તપાસ અને ન્યાયતંત્રના આ કડક નિર્ણયને પગલે ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ ચુકાદાને પીડિત પરિવાર અને સમાજ દ્વારા આવકારવામાં આવ્યો છે.


આ પણ વાંચો - Jamnagar News : ઉનાળાના પ્રારંભે જ જામનગરના દરેડ પાસે પાણીની પાઈપલાઈન તૂટી, પાણીનો વેડફાટ થતા સ્થાનિકોમાં રોષ


  • Follow us on: