જામનગરના દરેડ પાસે પાણીની લાઇન તૂટી છે અને જાહેર માર્ગ પર પાણીના ઊંચા ફુવારા ઉડ્યા છે, ખામી સર્જાતા લાખો લિટર પાણીનો વેડફાટ થયો છે અને હાઈવે પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા છે, અચાનક લાઈન તૂટી છે અને સ્થાનિકોએ તંત્રને જાણ કરી છે, પણ હજી સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી.


જામનગર નજીક દરેડ ગામ પાસે જાહેર માર્ગ પર પાણીની લાઇન તૂટી

જામનગરના દરેડ નજીક પાણીની લાઈન તૂટતાં રસ્તા પર પાણીના ફુવારા ઉડ્યા છે અને દરેડ પાસે અચાનક પાણીની લાઇનમાં ખામી સર્જાતા રસ્તા પર પાણીના ફુવારા ઉડતા લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી હતી, પાણીની લાઇન તૂટી જવા કે ટેકનિકલ ખામી સર્જાતા ભારે માત્રામાં પાણી રસ્તા પર વહેવા લાગ્યું હતું અને રસ્તા પર પાણી ભરાઈ જતા હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

પાણીના વાલ્વની કામગીરી ચાલું છે

ઘટનાની જાણ થતા સંબંધિત વિભાગને જાણ કરવામાં આવી હતી અને પાણીનો વેડફાટ અટકાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પાણીના વાલ્માં પાણીનું પ્રેશર વધી જતા આ ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે, ત્યારે હાલમાં પાણીના વાલ્વની કામગીરી તંત્ર કરી રહ્યું છે.


આ પણ વાંચો : Surat News : સુરતના રાંદેરમાં રમઝાન મહિનામાં ભાઈએ કરી ભાઈની હત્યા, સામાન્ય બાબતે થઈ હતી ઉગ્ર બોલાચાલી



  • Follow us on: