સુરતના રાંદેરમાં ભાઇએ કરી ભાઇની હત્યા અને સામાન્ય બાબતે બે ભાઇ વચ્ચે થયો હતો ઝઘડો અને ઝઘડો ઉગ્ર બનતા પિતરાઇ ભાઇ પર હુમલો કર્યો અને ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે, રમઝાન મહિનો ચાલતો હોવાથી મૃતક માતાને મળવા માટે આવ્યો હતો અને બન્ને ભાઈ વચ્ચે માથાકૂટ ઉભી થતા બબાલ થઈ હતી.


ચપ્પુના ઘા ઝીંકી સુલતાન અહેમદની હત્યા

સુરતના રાંદેરમાં ચપ્પુના ઘા ઝીંકી સુલતાન અહેમદની હત્યા કરવામા આવી છે અને રમઝાન મહિનો હોવાથી મૃતક તેની માતાને મળવા આવ્યો હતો અને બન્ને ભાઈઓ વચ્ચે માથાકૂટ થઈ હતી, તો પોલીસે સમગ્ર ઘટનામાં હત્યાનો ગુનો નોંધ્યો છે અને આરોપી ભાઈની અટકાયત કરી છે, કેમ આ હત્યા કરવામાં આવી તે બાબતે પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે, તો ભાઈએ જ ભાઈની હત્યા કરી દેતા પરિવારજનો પણ કંઈ કહેવા માટે તૈયાર નથી.

રાંદેર પોલીસે હત્યાને લઇ વધુ તપાસ હાથધરી

પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, રમઝાન મહિનો પવિત્ર મહિનો માનવામાં આવે છે અને તે જ મહિનામાં હત્યા થતા પરિવારમાં પણ શોકની લાગણી છે.


આ પણ વાંચો : Amreli News : અમરેલીના ખાંભા તાલુકામાં સિંહે યુવક પર કર્યો હુમલો, ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયા


  • Follow us on: