સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ગુનેગારોમાં પોલીસનો ખોફ કાયમ રાખવા માટે લિંબાયત પોલીસ દ્વારા એક મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે. અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને વિસ્તારમાં ભયનું વાતાવરણ ઉભું કરનાર રીઢા ગુનેગાર 'માયા' વિરુદ્ધ પાસા (PASA) હેઠળ પગલાં ભરી તેને જેલભેગો કરવામાં આવ્યો છે.


આરોપીનો ગુનાહિત ઇતિહાસ

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી 'માયા' વિરુદ્ધ સુરતના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ 8 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જેમા હત્યા, લૂંટ, ધાડ, મારામારી, લોકોને ધાક-ધમકી આપવી જેવા સમાજ વિરોધી અને ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે. તેની સતત વધી રહેલી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે લિંબાયત પોલીસે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી.

અમદાવાદ મધ્યસ્થ જેલ રવાના

ઉચ્ચ અધિકારીઓની મંજૂરી બાદ, 'માયા' વિરુદ્ધ પાસા હેઠળ વોરંટ બજાવીને તેને તાત્કાલિક અસરથી અમદાવાદ મધ્યસ્થ જેલ (સાબરમતી જેલ) ખાતે મોકલી આપવામાં આવ્યો છે. સુરત પોલીસની આ કડક કાર્યવાહીથી લિંબાયત વિસ્તારના માથાભારે તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

આ પણ વાંચો: Rajkot: સામાન્ય તકરારે ધારણ કર્યું ઉગ્ર સ્વરૂપ, નેપાળી યુવકની પથ્થર મારી હત્યા


  • Follow us on: