રાજકોટ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત ઊંચો જઈ રહ્યો હોય તેમ વધુ એક હત્યાની ઘટનાએ શહેરને હચમચાવી દીધું છે. શહેરમાં દારૂ પીવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં એક 33 વર્ષીય નેપાળી યુવકની પથ્થરના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવી છે.
રાજકોટમાં દારૂ પીવા બાબતે હત્યા
મળતી માહિતી મુજબ, મૃતક યુવકની ઓળખ રાહુલ વિશ્વકર્મા (ઉંમર વર્ષ ૩૩) તરીકે થઈ છે, જે મૂળ નેપાળનો વતની હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, રાહુલ અને અન્ય શખ્સો વચ્ચે દારૂ પીવા જેવી નજીવી બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. નશાની હાલતમાં આ તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને હુમલાખોરોએ રાહુલના માથા તથા મોઢાના ભાગે ભારે પથ્થરના ઘા મારી તેને સ્થળ પર જ મોતને ઘાટ ઉતારી દીધો હતો.
