દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કલ્યાણપુરના કબીરનગર વિસ્તારમાં એક કિશોરનું તળાવમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે, જેના કારણે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
કિશોરનું તળાવમાં ડૂબી જવાથી કરુણ મોત
પ્રાપ્ત વિગતો અનુસાર, કબીરનગર વિસ્તારમાં રહેતો કિશોર ધૂળેટીના પર્વ નિમિત્તે મિત્રો સાથે રંગોથી રમ્યા બાદ શરીર સાફ કરવા અને ન્હાવા માટે નજીકના તળાવે ગયો હતો. તળાવમાં ન્હાતી વખતે અચાનક ઊંડા પાણીમાં ઉતરી જતાં કિશોર ગરકાવ થઈ ગયો હતો. આસપાસના લોકોએ તેને બચાવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ કમનસીબે તેને બચાવી શકાયો નહોતો.










