બનાસકાંઠા જિલ્લાના થરાદની સબ જેલમાં બંધ અને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કેદી માનસિંગ દરજીનું આજે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ખંડણી અને બ્લેકમેઇલિંગ જેવા ગંભીર આરોપો હેઠળ જેલવાસ ભોગવી રહેલા આ કેદીના મોતથી જેલ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ છે.


થરાદની સબ જેલના કેદીનું મોત

મૃતક કેદી માનસિંગ દરજી વાવ તાલુકાના ભાટવર વાસ ગામનો વતની હતો. થોડા સમય પહેલા પાટણ જિલ્લાના સાંતલપુરના મામલતદારે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જે ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી હતી. આ કેસમાં માનસિંગ દરજી પર મામલતદારને ખંડણી માટે બ્લેકમેઇલ કરવાનો અને માનસિક ત્રાસ આપવાનો ગંભીર આરોપ હતો. આ ગુના હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી અને ગત 18 ફેબ્રુઆરીથી તે થરાદ સબ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ હતો.

ગંભીર બીમારી બાદ આરોપીનું મોત

જેલના સત્તાધીશોના જણાવ્યા અનુસાર, ગત 27 ફેબ્રુઆરીએ જેલમાં માનસિંગની તબિયત લથડી હતી. તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે તેને પાલનપુરની સરકારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં આજે તેને અંતિમ શ્વાસ લીધા હતા.

આ પણ વાંચો: Rajkot: ગોંડલ હાઇવે પર હિટ એન્ડ રન, રીબડા પાસે અજાણ્યા વાહનની ઠોકરે બાઇકચાલકનું મોત





  • Follow us on: