જામનગર શહેરના સિટી ‘એ’ ડિવિઝન પોલીસ મથકની હદમાં સગીરા પર દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં નામદાર પોક્સો કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટે આરોપી હિરેન ઝાલાને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. તપાસ અધિકારીની નિષ્પક્ષ તપાસ અને સરકારી વકીલની ધારદાર દલીલોના આધારે કોર્ટે આ કડક સજાનો હુકમ કર્યો છે.
સમગ્ર મામલો અને પોલીસ તપાસ
સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા સાથે બનેલી આ દુષ્કર્મની ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી હિરેન ઝાલાની ધરપકડ કરી હતી. તપાસનીશ અધિકારી દ્વારા કેસમાં વૈજ્ઞાનિક અને મજબૂત પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા હતા. નિષ્પક્ષ તપાસના અંતે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.













