20 વર્ષ જૂના જમીન વિવાદે આખરે એકનો જીવ લીધો છે અને ગાદોઈ ગામની જમીન કૌટુંબીએ પડાવી લેવા આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, મૃતકના પુત્રએ 5 શખ્સો વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ અને મૃતક પાસેથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે અને વંથલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
આરોપીઓમાં SRP જવાન સહિત પરિવારના પાંચ સભ્યો સામેલ
વંથળીના ગાદોઈ ગામની સીમમાં આવેલ ખેતીની જમીન નામે કરી દેવા કાકાના દીકરા અને એસઆરપી કર્મી સહિતના સાત શખ્સોના માનસિક ત્રાસથી કંટાળીને જૂનાગઢના એક ખેડૂતે 16 દિવસ પહેલા પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધાનું સામે આવતા પોલીસમાં પાંચ શબ્દો સામે મરી જવા મજબુર કયાનો ગુનો નોધાયો છે. જૂનાગઢના ચપુરમ મંગલધામમાં રહેતા અને કડીયાકામ કરતા લીલાભાઈ ઉર્ફે નિલેષભાઈ કરશનભાઈ કટારીયા ઉ.૪૦ એ વંથવી પોલીસમાં જીયુ રાજી કટારીયા, રાજા કાળા કટારીયા, દુર્લભ પીઠા કટારીયા, મહેશ દુર્રમ કટારીયા, મંજુબેન દુર્લબ કટારીયા સામે ફરિયાદ નોંધાવી છે.
વાવણી માટે જમીન આપી હતી અને તે પચાઈ પાડવાની વાત હતી
મૃતકના પુત્રએ જણાવ્યું છે કે, તેમના પિતા કરશનભાઇ અને બે ફઈના નામે વંથલીના ગાદોઈ ગામની સીમમાં સંયુક્ત માલિકીની જમીન આવેલી છે. જે જમીન ૨૦ વર્ષ પહેલા કરશનભાઈએ તેના કાકા દીકરા દુર્લભભાઈને વાવવા માટે આપી હતી. બાદમાં તેનો કબજો લેવા માટે વાત કરતા તેઓએ જમીન આપવાની ના પાડી દીધી હતી, જેથી કરશનભાઇએ વંથલી પોલીસમાં અરજી કરતા તે સમળે જમીન પરત આપી દીધી હતી, અને ફરીથી તેને જ વાવવા માટે આપી હલેથી હતી, પરંતુ આ વખતે દુર્લભભાઈએ આ જમીન તેમના પત્ની મૅશુબેનના નામે કરી દેવા માટે કરશનભાઈ ઉપર અવાર નવાર દબાણ કરતા અને માનસિક ત્રાસ આપતા હતા.
જેમાં તેનો દીકરો મહેશ જે હાલ પીટીસીમાં એસઆરપીમાં ફરજ બજાવે છે તે પણ સામેલ હતો
તા.1 જાન્યુઆરીના રોજ આ બાબતે ગુમસુમ રહેલા કરશનભાઈએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીપો હતો, તેના ખિસ્સામાંથી ત્રણ પાનાની એક સ્યુસાઈડ નોટ મળી આવેલી જેમાં તમામના નામ લખ્યા હતા. અને જમીન નામે કરી દેવા દબાદલ કરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેના આધારે પોલીસે તપાસ કરીને અંતે કરશનભાઈને મરી જવા મજબુર કર્યાનો ગુનો દાખલ કર્યો છે.









