જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ તરીકે ગૌરવ રૂપારેલીયાની નિયુક્તિ થયા પછી તેમની સામે અનેક આક્ષેપો સામે આવી રહ્યા છે, અગાઉ ભાજપના એક ભૂતપૂર્વ કાર્યકરે વ્યાજખોરીનો આક્ષેપ કર્યા પછી આજે અહીના સરદાર પટેલ સોસાયટીમાં રહેતા પિતા-પુત્રએ વ્યાજે વ્યાજે લીધેલા ૪૦ લાખ સામે દોઢેક કરોડ લીધા હોવાનો આક્ષેપ કરતા ભારે ચર્ચા જાગી છે.


જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખે જમીન પડાવી લીધી !

જૂનાગઢના ભવાનભાઈ કુંભાણી અને તેના પુત્ર ભાવિનભાઈએ આજે શહેર ભાજપ પ્રમુખ સામે આક્ષેપ કરતા કહ્યું કે, વર્ષ ૨૦૧૮ માં તેમને બાઈકના શો-રૂમના ધંધા માટે કેશોદ ખાતે આવેલી ૬ વીઘા જમીન દસ્તાવેજ કરીને ૪૦ લાખ રૂપિયા ૩ ટકાએ વ્યાજે લીધા હતા, જેની સામે તેઓએ મહીને ૧.૨૦ લાખ વ્યાજ ચૂકવી દોઢ વર્ષ સુધીમાં ૮૦ લાખ આપ્યા અને તેની જમીન પણ ગૌરવભાઈએ અન્યન એ વેચી નાખી દોઢેક કરોડ પડાવી લીધાનું જણાવ્યું છે.

પોલીસે અરજી નહી લેવાનો આક્ષેપ

આ અંગે તેઓએ જે તે વખતે બી ડિવીઝન પોલીસમાં અરજી આપેલી પરંતુ પોલીસે સ્વીકારી ના હતી, હવે તેઓ આજે એસપીને લેખિત રજૂઆત કરશે, જે આક્ષેપોને ગૌરવભાઈએ પાયાવિહોણા ગણાવી કહ્યું કે, તેઓને સાત વર્ષે જમીન યાદ આવી, તેઓ સાચા હોય તો પોલીસ ફરિયાદ કરે, અને હું શહેર ભાજપ પ્રમુખ બન્યો ત્યારથી એક ચોક્કસ ગ્રુપ મારી પાછળ પડ્યું છે, અને મને બદનામ કરવા મારી પ્રતિષ્ઠાને હાની પહોચાડવા પ્રયાસો કરી રહ્યું છે.


આ પણ વાંચો : Railway News : ભાવનગર રેલવે મંડળના ઉજળવાવ રેલવે સ્ટેશન પર લેવલ ક્રોસિંગ મોનિટરિંગ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી


  • Follow us on: