જૂનાગઢ જિલ્લાના કેશોદ પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કોર્ટના ધરપકડ વોરંટના આધારે પોલીસ સ્ટેશન લાવવામાં આવેલા એક આરોપીનું કસ્ટડીમાં મોત નીપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મૃતક આરોપીની ઓળખ ધનસુખભાઇ હીરપરા તરીકે થઈ છે.
ધરપકડ પહેલાં જ ગટગટાવી હતી ઝેરી દવા
ઘટનાની મળતી માહિતી અનુસાર, પોલીસે જ્યારે કોર્ટના વોરંટ આધારે ધનસુખભાઇની અટકાયત કરી, તે પહેલાં જ તેમણે ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. પોલીસ સ્ટેશન લાવ્યા બાદ મધ્યરાત્રીએ તેમની તબિયત અચાનક લથડવા માંડી હતી. પરિસ્થિતિ ગંભીર જણાતા પોલીસ જાપ્તા હેઠળ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.













