ખેડાના કપડવંજમાં માતરીયા તળાવ પાસે ચાલતા જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો છે અને સ્ટેટ મોનિટરિંગ સેલે આ દરોડો પાડયો હોવાની વાત સામે આવી છે, જુગાર રમતા 16 આરોપીની ધરપકડ કરી છે અને SMCએ સ્થળ પરથી 1.37 લાખની રોકડ જપ્ત કરી છે, પોલીસે 15 મોબાઈલ ફોન,12 ટુ-વ્હીલર જપ્ત કર્યા છે.

રિક્ષા સહિત કુલ રૂ.4 લાખનો મુદ્દામાલ જપ્ત

ખેડાના કપડવંજમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો સામે આવ્યો છે અને આ રેડમાં કુલ 16 જુગારીઓ ઝડપાયા છે અને મુખ્ય સૂત્રધારો સહિત 7 આરોપી ફરાર થયા છે, કપડવંજ ટાઉન પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલો અને SMCની લાલ આંખથી જુગારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે, રાત્રીના સમયે આ રેડ કરવામાં આવી છે અને જાહેરમાં જુગાર રમાતો હોવાની વાત પણ સામે આવી છે, લાંબા સમયથી સુરેશ હિમ્મતભાઈ પરમાર અને સજ્જુભાઈ ઉર્ફે મુર્તુજા સૈયદ આ જુગારનો અડ્ડો ચલાવતો હતા.

કપડવંજ ટાઉન પોલીસના નાક નીચે ચાલતા જુગારના અડ્ડા પર ગાંધીનગર SMCની તવાઈ

આ દરોડામાં પોલીસે કુલ રૂ. 4,03,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં રૂ. 1,37,800 રોકડા, રૂ. 95,500ની કિંમતના 15 મોબાઈલ અને રૂ. 1,70,000ની કિંમતના 13 વાહનોનો સમાવેશ થાય છે. મહત્વની વાત તો એ છે કે, જુગાર રમવા માટે અલગ-અલગ જિલ્લામાંથી લોકો આવતા હતા અને લાંબા સમયથી જુગાર રમાતો હોવાની વાત સામે આવી છે. આ કેસની તપાસ કપડવંજ ટાઉન પોલીસ હાલમાં ચલાવી રહી છે.


આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદના બોડકેદવમાં ફાયરિંગથી દંપતિનું મોત, પહેલા પતિએ પત્નીની હત્યા કરી ત્યારબાદ પતિએ પણ આપઘાત કર્યો