હાલ મહિલા પર અત્યાચારના ગુના વધી રહ્યા છે. આવામાં મહિલાને અસામાજિક તત્ત્વો સામે રક્ષણ મેળવવા માટે પોલીસની શરણે જાય છે. આવામાં જો પોલીસ જ મહિલાનું રક્ષણ કરે તો? આવો જ એક કિસ્સો ખેડાના મહેમદાવાદમાંથી સામે આવ્યો છે. જ્યાં એક પોલીસ કર્મચારીએ મહિલા સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. આ મહિલાએ પોલીસ કોન્સ્ટેબલ પર ઘણા ગંભીર આરોપ લગાવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.


ઘટનાની વિગત

ઘટનાની મળતી માહિતી અનુસાર, ખેડા જિલ્લામાં આવેલા મહેમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ દ્વારા એક મહિલાનું શોષણ કરવામાં આવ્યું હતું. આરોપી કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ચૌહાણ સામે આ મહિલાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હાલ પ્રવિણસિંહ ચૌહાણ નડિયાદ પોલીસમાં ફરજ બજાવે છે.લગ્નની લાલચ આપી મહિલાનું શારીરિક શોષણ કર્યાનો આક્ષેપ પીડિતા દ્વારા લગાવવામાં આવ્યો છે.

મહિલાનો આરોપ

મહિલાએ જણાવ્યું હતું કે, પરિણીતના 10 વર્ષના લગ્ન જીવનમાં પતિના ત્રાસથી અરજી કરવા વારંવાર પોલીસ સ્ટેશન જતી હતી. આરોપી કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ચૌહાણ સાથે પોલીસ સ્ટેશનમાં તેના પતિ સાથેના અણબનાવની અરજી આપવા સમયે મુલાકાત થઈ હતી. જે બાદ તેઓ વચ્ચે મિત્રતા બંધાઈ હતી. જે બાદ મહિલાને પ્રેમજાળમાં ફસાવી સતત શોષણ કર્યું હતું.

આરોપી કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ચૌહાણે શારીરિક સંબંધ બાંધ્યા બાદ લગ્નનો ખોટો વાયદો કર્યો હતો. આ વચ્ચે મહિલા ગર્ભવતી થતા આરોપી કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ચૌહાણ દ્વારા ગર્ભપાત કરાવવા દબાણ કરવામાં આવ્યું હતું. આરોપી કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ચૌહાણ વિરૂદ્ધ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં ફરિયાદ પીડિતા દ્વારા કરવામાં આવી છે.

લગ્નની લાલચ આપી ખોટા વાયદા વચનો આપ્યા

આરોપી કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ચૌહાણે પીડિતાને સાંત્વના આપી કાયદાકીય તેમજ આર્થિક મદદની લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવી હતી. 3 વર્ષ ફ્રેન્ડશીપ રહ્યા બાદ ચોથા વર્ષે શારીરિક સંબંધ બાંધવા આરોપી કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ચૌહાણ દબાણ કરવા લાગ્યો હતો. જે બાદ ચોથા વર્ષે ફરવા જવાના બહાને હોટલમાં લઈ જઈ બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. શારીરિક સંબંધ બાંધ્યા બાદ આરોપી કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ચૌહાણે પીડિતાને લગ્નની લાલચ આપી ખોટા વાયદા વચનો આપ્યા હતા.




3 દિવસ સુધી ગોંધી રાખી બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો

જે બાદ વારંવાર શારીરિક સંબંધ બાંધવાથી મહિલા ગર્ભવતી થઈ હતી. જે કારણે આરોપી કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ચૌહાણે ગર્ભપાત કરાવવા પીડિતાને દબાણ કર્યું હતું. ગત 13 જાન્યુઆરીના રોજ પણ મહિલાને 3 દિવસ સુધી ગોંધી રાખી બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હોવાનો આક્ષેપ પણ પીડિતા દ્વારા કરવામાં આવી રહ્યો છે.

મહિલાના જણાવ્યા અનુસાર, લગ્નની લાલચ આપ્યા બાદ હવે આરોપી કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ચૌહાણે સંબંધ તોડી નાંખ્યા છે. આરોપી કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ચૌહાણે પીડિતાને કહ્યુ કે, હું તને 10 લાખ રૂપિયા આપુ અથવા તો તું મરી જા. આમ કહી આરોપી કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ચૌહાણે મહિલાનો સંપૂર્ણ સંપર્ક તોડી નાંખતા હારી થાકી મહિલાએ જિલ્લા પોલીસ વડા સમક્ષ લેખિત ફરિયાદ કરી ન્યાયની માગ કરી છે.


આ પણ વાંચો - Kheda News: કપડવંજ-ડાકોર હાઈવે પર કાળમુખો આઈસર યુવક-યુવતીને ભરખી ગયો


  • Follow us on: