કચ્છના ગાંધીધામમાં નકલી ચલણી નોટ સાથે બે ઝડપાયા છે અને પટણા ડીઆરઆઈની કાર્યવાહી સામે આવી છે, સ્થાનિક ડીઆરઆઈને સાથે રાખીને આ કામગીરી કરાઈ છે અને ભુજ બી ડિવિઝન પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
ડીઆરઆઈએ બે શખ્સોને દબોચ્યા નકલી ચલણી નોટ સાથે
પટણા ડીઆરઆઈને બાતમી મળી હતી કે કારમાં નકલી નોટ સાથે 2 શખ્સો છે અને તેના આધારે આ કાર્યવાહી કરાઈ હતી, તો કારમાં રહેલા શખ્સોને આ બાબતે ગંધ આવી જતા તેમણે કાર હંકારી હતી પરંતુ ડીઆરઆઈએ કારના કાચ તોડી નાખ્યા અને બે શખ્સોને દબોચી લીધા હતા, બે શખ્સને પકડી પાડી પાડી નકલી નોટ ભરેલા થેલા જપ્ત કરી સ્થાનિક ડી.આર.આઇ.ની કચેરીએ લઇ જવાયા હતા. દરમ્યાન, ટ્રાફિકજામ થતાં પોલીસે દોડી આવીને ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.













