ગુજરાતના ભુજ સ્થિત દીનદયાળ પોર્ટ પ્રાધિકરણ (કંડલા) ખાતે વિકસાવવામાં આવી રહેલા મેગા કન્ટેનર ટર્મિનલના નિર્માણ કાર્યનું તા. અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક (ડીઆરએમ) વેદ પ્રકાશ, પશ્ચિમ રેલવેના મુખ્ય માલ ભાડા પરિવહન પ્રબંધક નરેન્દ્ર પંવાર તથા ગાંધીધામ અને અમદાવાદ મંડળના એરિયા મેનેજર આશીષ ધાનિયા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું.
મોડલ હેઠળ આશરે ₹4200 કરોડના રોકાણથી વિકસાવવામાં આવી રહ્યો છે
નિરીક્ષણ દરમિયાન પ્રોજેક્ટની નિર્માણ પ્રગતિ, ઓપરેશનલ તૈયારીઓ અને ભવિષ્યની ક્ષમતા વિસ્તરણ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી. આ અદ્યતન કન્ટેનર ટર્મિનલની વાર્ષિક હેન્ડલિંગ ક્ષમતા આશરે 2.19 મિલિયન TEU રહેશે. ટર્મિનલ પર આશરે 1100 મીટર લાંબી બર્થ વિકસાવવામાં આવી રહી છે, જેથી મોટા અને આધુનિક કન્ટેનર જહાજોનું સંચાલન શક્ય બનશે. આ પ્રોજેક્ટ PPP મોડલ હેઠળ આશરે ₹4200 કરોડના રોકાણથી વિકસાવવામાં આવી રહ્યો છે.
