આરોપી પાસેથી 9.183 કિલો ગ્રામ પોષડોડા મળ્યા છે અને આરોપી હોટલમાં ગેરકાયદેસર પોષડોડાનું વેચાણ કરતો હતો અને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


હોટલમાંથી પોષડોડાનું વેચાણ કરતા હતા

પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ દ્વારા જીલ્લામાં “NO DRUGS IN EAST KUTCH CAMPAIGN" અંતર્ગત ગેરકાયદેસર કેફી અને માદક પદાર્થના સેવન, હેરફેર,વેપારની પ્રવૃતિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા તથા ગેરકાયદેસર માદક પદાર્થના કેસો શોધી કાઢવા મળેલ સુચના આધારે એસ.ઓ.જી.ટીમને મળેલ બાતમી હકીકત આધારે ગાંધીધામથી ભચાઉ તરફ જતા ને.હાના સર્વિસ રોડ ઉપર આવેલ ક્રિષ્ના પાર્કિગમાં આવેલ જય શ્રી કિષ્ના હોટલના સંચાલકો પોતાના કબજા ભોગવટાની હોટલ જય શ્રી કિષ્નામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ પોષડોડા રાખી વેચાણ પ્રવૃત્તિ કરતા હતા.

ગાંધીધામ એ ડિવિઝન પોલીસ કરી રહી છે તપાસ

બાતમી આધારે તપાસ કરતા તેઓના કબજા ભોગવટાની હોટલ જય શ્રી કિષ્ના માંથી માદક પદાર્થ પોષડોડા ૧.૧૯૩ કિલો ગ્રામ.કિ.રૂ. ૧૭,૮૯૫/-ના મુદ્દામાલ સાથે મળી આવેલ હોય જેથી તેઓના વિરૂધ્ધમાં એન.ડી.પી.એ એક્ટ -૧૯૮૫ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી અર્થે ગાંધીધામ એ.ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપવામા આવેલ છે.

અટક કરેલ આરોપી

01-બાલારામ ભુરારામ ચૌધરી ઉવ ૬૧ રહે મુળ ગામ જીયાનીઓ ડી ઢાણી હુડો ડી ઢાણી કોસરીયા બાડમેર રાજસ્થાન

02- ચીમારામ નારણારામ ચૌધરી ઉવ ૫૪ રહે મુળ પાબુસર કોલુ બાડમેર રાજસ્થાન હાલે રહે બન્ને જય શ્રી કિષ્ના હોટલ કિષ્ના પાર્કિગ આંજવા પાર્કિગની બાજુમા ગાંધીધામ ભચાઉ ને.હા રોડના સર્વિસ રોડ ઉપર મીઠીરોહર તા.ગાંધીધામ

આરોપી બાલારામ ભુરારામ ચૌધરી વાળાનો ગુનાહીત ઈતિહાસ

ગાંધીધામ બી.ડી.પો.સ્ટે. NDPS ૧/૧૧ NDPS ACT-૮ (સી)૧૭ NDPS એકટ કલમ તા.૨૩/૫/૧૧


Sarangpur News : મહાશિવરાત્રિને લઈ શ્રીકષ્ટભંજનદેવ દાદાને શિવસ્વરુપના વાઘા તથા સિંહાસને બ્લુ ડેઝીના ફૂલોનો શિવસ્વરુપ થીમનો શણગાર કરાયો


  • Follow us on: