સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે મહાશિવરાત્રિના પાવન પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો સંપન્ન થયા હતા.


[[$googlead]]

મંદિર પરિસરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

શ્રીકષ્ટભંજનદેવ દાદાને શિવસ્વરુપના વાઘા તથા સિંહાસને બ્લુ ડેઝીના ફુલોનો શિવસ્વરુપ થીમનો દિવ્ય શણગાર કરાયો હતો. નિલકંઠ મહાદેવ મંદિરને ફૂલોથી વિશેષ શણગાર કરી મંદિરમાં રાત્રે 10 થી 12 કલાક દરમિયાન પૂજન-અર્ચન-મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી અને સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)દ્વારા મંદિર પરિસરમાં આવેલાં નિલકંઠ મહાદેવ મંદિરમાં ભગવાન શિવની વિશેષ પૂજા પણ કરવામાં આવી હતી.જેના દર્શન-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.


[[$alsoread]]

આજે મહાશિવરાત્રિનું પર્વ છે

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર - સાળંગપુરધામ દ્વારા એક માનવતાવાદી અભિગમ સાથે ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬, રવિવારના રોજ 'દિવ્યાંગ વંદના સમારોહ'નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ યોજાયો. સમાજના દિવ્યાંગ ભાઈ-બહેનો પ્રત્યે આદર અને સંવેદના પ્રગટ કરવાના ઉમદા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોઠારી સ્વામી વિવેકસાગરદાસજીએ જણાવ્યું કે, આજે મહાશિવરાત્રિનું પર્વ છે.

દાદાના વાઘાને 7 દિવસની મહેનતે ગોંડલમાં તૈયાર કરાયા

ભગવાન શિવના અંશ અવતાર હનુમાનજી મહારાજને શિવસ્વરુપના વાઘા તથા સિંહાસને બ્લુ ડેઝીના ફુલોનો શિવસ્વરુપ થીમનો દિવ્ય શણગાર કરાયો છે વાઘા 7 દિવસની મહેનતે ગોંડલમાં તૈયાર કરાયેલા હતા. અને શ્રી નિલકંઠ મહાદેવનું પૂજન કરાયું, લઘુરુદ્ર યજ્ઞની સાથે યોજાયો હતો. દિવ્યાંગ વંદના સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં મંદિર પરિસરમાં સ્વંય સ્વામિનારાયણ ભગવાને પૂજા કરેલા નિલકંઠ મહાદેવ મંદિરમાં પૂજા કરવામાં આવી હતી. સર્વે ભક્તો સુખી થાય એવી ભગવાન મહાદેવને અભિષેક કરીને પ્રાર્થના કરી છે. આ પાવન અવસરે હજારોની સંખ્યામાં હરિભક્તોએ ઉમટી પડી દાદાના અને મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.


Ahmedabad News : અમદાવાદના ચાંદખેડામાં આવેલ ગોદરેજ ગાર્ડન સિટીમાં અશાંતધારો લાગુ કરવા સ્થાનિકોની માગ, વિધર્મીઓએ દલાલો મારફતે ઘર લીધા


  • Follow us on: