અમદાવાદના ચાંદખેડામાં અશાંતધારો જાહેર કરવા માગ ઉઠી છે અને વિધર્મીના વધતા વસવાટના કારણે સ્થાનિકો પણ અકળાયા છે, હોદરેજ ગાર્ડન સિટીમાં વિધર્મીઓનો પગ પેસારો અટકાવવા માટે માગ ઉઠી છે, સ્થાનિકોનો આક્ષેપ છે કે, વિધર્મીઓ સાથે રહેવું મુશ્કલે છે અને આ મામલે સ્થાનિકોએ કલેકટર ઓફિસ અને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.
ચાંદખેડા વિસ્તારમાં અશાંતધારો નથી !
અમદાવાદના ચાંદખેડામાં આવેલ અને એસજી હાઈવેથી નજીક આવેલું ગોદરેજ ગાર્ડન સિટી કે જયાં હજારોની સંખ્યામાં લોકો વસવાટ કરી રહ્યાં છે, ત્યારે આ બધાની વચ્ચે વિધર્મીઓ પ્રવેશ કરી રહ્યાં છે અને ઘર ખરીદી કરી રહ્યાં છે અને વસવાટ કરે છે, ત્યારે ચાંદખેડા વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો નથી જેનો વિધર્મીઓ ફાયદો ઉઠાવી રહ્યાં છે, અને ઘર વેચનાર બ્રોકરો પણ રૂપિયાની લાલચે ઘરનું વેચાણ કરાવીને દલાલી લઈ રહ્યાં છે.
સ્થાનિકો વિધર્મીના પ્રવેશને લઈ રોષે ભરાયા છે
આ મામલે અવાર-નવાર ફલેટોમાં પણ મિટીંગ યોજાઈ હતી અને હજી પણ સ્થાનિકો મિટીંગ યોજી રહ્યાં છે, તો ગોદરેજ ગાર્ડન સિટીમાં દલાલીનો ધંધો કરતા દલાલો પણ રૂપિયા મળે તેને લઈ વિધર્મીને ઘર આપી રહ્યાં છે, આ મામલે સ્થાનિકોનું કહેવું છે કે, આગામી દિવસોમાં જો નિરાકરણ નહી આવે તો આંદોલન પણ કરાશે અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની ચિમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે.
જાણો અશાંતધારો શું છે
અશાંતધારો (Disturbed Areas Act)એ ગુજરાત સરકારનો એક વિશેષ કાયદો છે, જે કોમી સંવેદનશીલ વિસ્તારોમાં મિલકતના ગેરકાયદેસર કે દબાણયુક્ત વેચાણને રોકવા માટે બનાવાયો છે. આ કાયદા હેઠળ, નિયુક્ત વિસ્તારોમાં મિલકત વેચવા માટે કલેક્ટરની પૂર્વ મંજૂરી ફરજિયાત છે, જેથી ડેમોગ્રાફી (વસ્તી વિષયક માળખું) બદલાય નહીં અને કોમી એકતા જળવાઈ રહે. 1990ના દાયકામાં કોમી તોફાનો બાદ તત્કાલિન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે આ કાયદો અમલમાં મૂક્યો હતો. અશાંત વિસ્તાર જાહેર કરાયેલા સ્થળોએ મિલકતની લે-વેચ માટે કલેક્ટરની લેખિત મંજૂરી જરૂરી છે.









