કચ્છ પશ્ચિમ એલસીબી પોલીસે ત્રણ આરોપી પાસેથી 12 મોબાઈલ, 1 ટેબલેટ તેમજ રોકડ રકમ ઝડપી પાડી છે, ક્રિકેટ સટ્ટા બેટિંગના અલગ અલગ માસ્ટર એડમીન આઇડીમાં 1,30,00,910 બેલેન્સ મળી આવ્યું છે, માધાપર પોલીસ સ્ટેશનમાં 7 આરોપી સામે જુગારધરાની કલમ તળે ગુનો નોંધાયો છે અને અન્ય 4 ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.


પોલીસ પેટ્રોલિંગમાં હતી અને બાતમીના આધારે ઝડપી પાડયા છે

માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રિકેટ સટ્ટો રમતા / રમાડતા ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.બી.જાદવ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓને જુગારના કેસો શોધી કાઢવા માટે સુચના અને માર્ગદર્શન આપ્યું હતુ, જે સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. નિલેશભાઇ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનકુમાર જોષી, શક્તિસિંહ ગઢવી, રાજેન્દ્રસિંહ રાઠોડ તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઇ ગઢવી તથા ભરત ગઢવી તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ પ્રિયંકાબેન ચાંગાણીનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

રનના તફાવત ઉપર રૂપિયાની હારજીતનો ક્રિકેટ સટ્ટાનો જુગાર રમાતો હતો

તે દરમ્યાન જીવરાજભાઇ ગઢવી તથા ભરત ગઢવીનાઓને સંયુક્ત રીતે ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે, ચીંતન હસમુખભાઇ ઠકકર રહે. નળ સર્કલ પાસે, સનરાઇઝ સીટી સોસાયટી માધાપર તા.ભુજ વાળો તેના મળતીયા સાથે મળી સોસાયટીમાં મંદીરની બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટમાં હાજર છે અને હાલમાં રમાતી ૨૦-૨૦ ઓવરની ક્રિકેટ મેચો ઉપર મેચમાં કઈ ટીમની હાર જીત થશે અને ઓવરના સેસન દરમ્યાન કેટલા રન થશે તેના પર તથા રનના તફાવત ઉપર રૂપિયાની હારજીતનો ક્રિકેટ સટ્ટાનો જુગાર રમી રમાડે છે.

પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો

તુરંતજ વર્કઆઉટ કરી ઉપરોકત બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા (૧) ચીંતન હસમુખભાઇ ઠકકર (૨) હીરેન હસમુખભાઇ ઠકકર (૩) પ્રીન્સ વિપુલ ઠકકર મળી આવેલ અને તેઓની પાસેથી મોબાઇલ ફોન નંગ - ૧૨ તથા ટેબલેટ નંગ - ૦૧ મળી આવેલ અને તે મોબાઇલ અને ટેબલેટમાં ક્રીકેટ સટ્ટા બેટીંગના અલગ અલગ માસ્ટર/એડમીન આઇ.ડીમાં બેલેન્સ ૧,૩૦,૦૦,૯૧૦/- તેમજ ક્રીકેટ સટ્ટા બેટીંગમાં પોતાના ગ્રાહકોને હાલમાં બીગ બેસ લીગમાં સીડની થન્ડર VS હોબાર્ટ હેરીકન્સ વચ્ચે ચાલતી હોઇ જે મેચનું મોબાઇલ ફોનમાં એપ્લીકેશનમાં લાઇવ અપડેટ જોઇ હારજીત કરતા હોય જેથી હાજર મળી આવેલ ઇસમ તથા હાજર નહી મળી આવેલ ઇસમો વિરૂધ્ધ માધાપર પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૦૦૪/૨૦૨૬ જુગાર ધારા કલમ ૧૨(એ) મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

પકડાયેલ ઇસમો

01-ચીંતન હસમુખભાઇ ઠકકર ઉ.વ. ૨૬ રહે. મકાન નંબર ૧૨/૩ નળ સર્કલ પાસે સનરાઇઝ સીટી સોસાયટી જુનાવાસ માધાપર તા.ભુજ

02-હીરેન હસમુખભાઇ ઠકકર ઉ.વ. ૩૧ રહે. મકાન નંબર ૧૨/૩ નળ સર્કલ પાસે સનરાઇઝ સીટી સોસાયટી જુનાવાસ માધાપર તા.ભુજ

03-પ્રીન્સ વિપુલ ઠકકર ઉ.વ. ૧૯ રહે. ગલી નંબર ૧૦ કથીરા કોમ્પલેક્ષની પાછળ પ્રમુખ સ્વામી નગર, ભુજ

પકડવાના બાકી ઇસમો :-

01-અજયભાઇ ઠક્કર રહે પાલનપુર બનાસકાંઠા

02-કીશનભાઇ રામજીભાઇ ઠક્કર રહે ભાનુશાલી નગરની પાછળ રઘુવંશી નગર ભુજ

03-વીક્કી ઠક્કર

04-બીપીનભાઇ લુહાર રહે. ભચાઉ

મુદામાલ :-

ક્રીકેટ સટ્ટા બેટીંગના અલગ અલગ માસ્ટર/એડમીન આઇ.ડીમાં બેલેન્સ ૧,૩૦,૦૦,૯૧૦/-

મોબાઇલ નંગ-૧૨ કિં.રૂ. ૮૦,૦૦૦/-

ટેબલેટ નંગ ૦૧ કિં.રૂ. ૧૦,૦૦૦/-

રોકડ રૂપીયા ૬૨૦૦/-


આ પણ વાંચો : Gandhinagar News : યાયાવર સહિત સ્થાનિક પક્ષીઓ માટે ગુજરાત પસંદગીનું રાજ્ય, કચ્છ વિસ્તારમાં વર્ષ 2025માં અંદાજે 2564 પક્ષીઓ જોવા મળ્યા



  • Follow us on: