કચ્છના ભુજમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં ભુજના ધ્રંગ નજીક બે બાઇક વચ્ચે અકસ્માતમાં 3ના મોત થયા છે અને માધાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત થતા આસપાસના લોકો બચાવ માટે દોડી આવ્યા હતા પરંતુ ઈજાગ્રસ્તોને સારવાર મળે તે પહેલા મોત થયા છે.


ભુજના ધ્રંગ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત

ભુજના ધ્રંગ નજીક બે બાઈક વચ્ચે સામસામે અકસ્માત થયો હતો અને અકસ્માતમાં 3ના મોત થયા છે, હાઈવે પર આ અકસ્માત થયો હોવાની વાત છે અને મૃતકો કચ્છ જિલ્લાના રહેવાસી છે, બે બાઈક અથડાતા આ ઘટના બની હતી, તો મૃતકોના મૃતદેહને પીએમ માટે ખસેડાયા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોપાશે અને માધાપર પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે.


આ પણ વાંચો : Sarangpur News : સાળંગપુરધામ ખાતે ‘દિવ્યાંગ વંદના સમારોહ’નું ભવ્ય આયોજન, 500થી વધુ દિવ્યાંગોએ કર્યા દાદાના દર્શન


 

  • Follow us on: