ભુજ તાલુકાના એક ગામમાં રહેતી સગીરા પર ત્રણ શખ્સોએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે, હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી 14 વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચરવાના અને બ્લેકમેલ કરી છેડતી કરવાના ગુનાના પાંચ આરોપી સામે માનકુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
એક આરોપીની વય નિર્ધારિત કરવા માટે ગહન તબીબી તપાસ ચાલી રહી છે
માનકૂવા પોલીસ મથકે સોમવારે રાત્રે કિશોરીની માતાએ નોંધાવેલી ફરિયાદના આધારે ભુજ બી ડિવિઝનના તપાસકર્તા પીઆઈ એસ.એમ. રાણાએ બે યુવકની વિધિવત્ ધરપકડ કરી છે. પોલીસે સરફરાઝ ખલીફા અને શાહીદ બાફણ (બંને રહે. સામત્રા)ની વિધિવત્ ધરપકડ કરી છે, અન્ય બે આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર છે. જ્યારે એક આરોપીની વય નિર્ધારિત કરવા માટે ગહન તબીબી તપાસ ચાલી રહી છે.
શિક્ષકે હોસ્ટેલ પર નાસ્તો આપવા ગયેલી માતાને વાત જણાવતાં સમગ્ર ઘટના બહાર આવી
હોસ્ટેલમાં રહીને ભણતી દીકરી ઉનાળુ વેકેશન અને દિવાળી વેકેશન માણવા વતનમાં આવી ત્યારે ત્રણ આરોપીએ તેને બ્લેકમેસલ કરીને દુષ્કર્મ આચરેલું. ત્યારબાદ વધુ બે યુવકે શરીર સંબંધ બાંધવા દેવાની માંગણી કરીને તેને બ્લેકમેઈલ કરવાનું શરૂ કરેલું. પાંચ માસથી જાતીય દુરાચારનો ભોગ બની રહેલી દીકરી આબરુની જવાની અને આરોપીઓની ધમકીની બીકે અત્યંત ડરી ગઈ હતી. તેના અસહજ વાણી વર્તનને જોઈને શિક્ષકે હોસ્ટેલ પર નાસ્તો આપવા ગયેલી માતાને વાત જણાવતાં સમગ્ર ઘટના બહાર આવી છે.
બે આરોપીએ સગીરાનો પીછો કરી બીભત્સ માંગણી કરી હતી
ભોગ બનેલી સગીરાના ભાઈને મારી નાખવાની ધમકી આપી મેં માસમાં પ્રથમ આરોપીએ અવાવરું જગ્યાએ બોલાવી છરી બતાવી શરીર સબંધ બાંધી દુષ્કર્મ આચર્યું ત્યારબાદ સાતેક દિવસ બીજા આરોપી બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું હ, ત્યારબાદ ઓક્ટોબર માસમાં ત્રીજા નંબરના આરોપી બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું, ત્યારબાદ આ કેસમાં અન્ય બે આરોપીએ સગીરાનો પીછો કરી બીભત્સ માંગણી કરી હતી.
આ પણ વાંચો : Gir Somnath News : તંત્રના પાપે ગીર સોમનાથમાં બાળક ખુલ્લી ગટરમાં ખાબકયું, સ્થાનિકોની સમયસૂચકતાથી બાળકનો બચાવ થયો