અલગ અલગ બેંકમાં ખાતા ખોલાવી તેમાં સાયબર ફ્રોડના નાણા મેળવી ચેકથી વિડો કરી તેમજ ઓનલાઈન ટ્રાન્સફર કરી કમિશન (લાભ) મેળનાર બે આરોપીઓ વિરૂધ્ધ ગૃનો દાખલ કરાવતી સાયબર સેલ(એલ.સી.બી.) પશ્ચિમ કચ્છ ભૂજ જીલ્લા પોલીસ.


મ્યુલ એકાઉન્ટને લઈ કાર્યવાહી કરવામાં આવી

પોલીસ મહાનિદેશક, સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓની સુચના અનુસાર ચિરાગ કોરડીયા પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ, ભુજ તથા ગૌતમ વિવેકાનંદન ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્રારા મ્યુલ એકાઉન્ટની સમન્વય પોર્ટલ પરથી માહિતી મેળવી અને જે સાયબર ફ્રોડમાં સંકળાયેલ હોય તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી.

પોલીસે એકાઉન્ટની માહિતી મેળવીને કરી કાર્યવાહી

જે અન્વયે સમન્વય પોર્ટલ ઉપરથી તાત્કાલિક બેંક એકાઉન્ટની માહિતી મેળવી એનાલીસીસ કરી અને તે આધારે (૧) પ્રકાશ ખીમજીભાઇ બારોટ રહે. જુની રાવલવાડી, રામદેવપીર મંદીર પાસે ભુજ તથા (૨) ભાવેશ હિરજીભાઇ ગરવા રહે.રાધાક્રુષ્ણનગર ફકીરવાડી મીરઝાપર પોલીસ ચોકીની બાજુમાં તા.ભુજ વાળાના નિવેદન લઇ તપાસ કરતા તે લોકો સાયબર ફ્રોડમાં સંકળાયેલ હોવાના પુરાવા આધારે સરકાર તરફે ફરીયાદી બની બન્ને આરોપીઓએ સાયબર ફોડ/છેતરપિંડીના રૂપિયા મેળવી ગુનો કર્યો હોવાની વાત સામે આવી છે.

આરોપીને માનકુવા પોલીસને સોંપવામાં આવ્યા

જેથી તેમના વિરૂધ્ધ માનકુવા પો.સ્ટે. ગુ.ર.નં. ૦૦૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૩૧૬(૨),૩૧૮(૪) મુજબનો ગુનો સાયબર સેલ પશ્ચિમ કચ્છ ભુજ તરફથી દાખલ કરાવવામાં આવેલ. ઉપરોક્ત ગુના કામના આરોપી (૧) પ્રકાશ ખીમજીભાઇ બારોટ રહે. જુની રાવલવાડી, રામદેવપીર મંદીર પાસે ભુજ તથા (૨) ભાવેશ હિરજીભાઇ ગરવા રહે.રાધાક્રુષ્ણનગર ફકીરવાડી મીરઝાપર પોલીસ ચોકીની બાજુમાં તા.ભુજ વાળાને હસ્તગત કરી માનકુવા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.


આ પણ વાંચો : Bhuj News : ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરનારા વેપારીઓ સાવધાન, ભુજમાં મીઠાઈમાં ભેળસેળ કરનાર વેપારીને કોર્ટે છ માસની સજા ફટકારી


  • Follow us on: