આ કેસમાં બે ભાજપના નેતાઓના પુત્રની સંડોવણી હોવાનું ખુલ્યું છે, દર્શન બળવંત ઠક્કર અને કલ્પેશ મૂળજી સચદેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ઊંચું વ્યાજ વસૂલી સોના ચાંદીના દાગીના પડાવ્યા હતા તેવી વાત સ્યુસાઈડ નોટમાં સામે આવી છે, આ મામલે આદિપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીધામ શહેર ભાજપના મંત્રીના મોત મામલે ખુલાસો
ગાંધીધામમાં ભાજપના યુવા નેતાએ પંખે પટ્ટી બાંધીને આપઘાત કર્યો હતો અને આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, મૃત્યુના 4 દિવસ બાદ પોલીસની તપાસમાં અલગ-અલગ વાતો સામે આવી રહી છે. આદિપુરના વોર્ડ નંબર ૨/બીમાં રહેતા અને ગાંધીધામ શહેર ભાજપના મંત્રી તરીકે કાર્યરત ૩૯ વર્ષીય દીપેશ મિનાક્ષીબેન ભટ્ટએ ગત તા. ૫-૩ના રોજ બપોરના સુમારે પોતાના ઘરે પંખા સાથે ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.
