કચ્છમાં એનઆરઆઈ વૃદ્ધ ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા છે અને કોલાબા પોલીસ સ્ટેશનના અધિકારીની ઓળખ આપી વૃદ્ધ પાસેથી ટુકટે ટુકડે રૂપિયા પડાવ્યા હોવાની વાત સામે આવી છે, બોર્ડર રેન્જ સાયબર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ઠગબાજોએ એફડી સહિતની તમામ રકમ પડાવી લીધી છે.


વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરી ઠગાઈ આચરી

સાઇબર માફિયાઓએ કોલાબા પોલીસ સ્ટેશનના અધિકારી તરીકે ઓળખ આપી ડિજિટલ અરેસ્ટ કર્યા હતા અને NRI વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરીને 1.11 કરોડ રૂપિયા પડાવી લીધા છે, તમારી સામે મની લોન્ડરિંગ કેસ થયો હોવાનું કહીને વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા અને નવ દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી એફડી સહિતની તમામ રકમ ટ્રાન્સફર કરાવી લીધી છે, બોર્ડર રેન્જ સાઇબર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

1930 હેલ્પલાઇન નીચે મુજબની પરિસ્થિતિઓમાં મદદરૂપ બને છે

૧. UPI / Paytm / Google Pay / PhonePe ફ્રોડ

૨. ક્રેડિટ કે ડેબિટ કાર્ડ ફ્રોડ

૩. બેંક લોગિન / OTP ફિશિંગ હુમલો

૪. ઈ-કોમર્સ ફ્રોડ (નકલી ઓનલાઈન શોપિંગ સાઇટ્સ)

૫. સોશિયલ મીડિયા હેકિંગ અથવા નકલી પ્રોફાઇલ

૬. લોન એપ્લિકેશન ઠગાઈ, રોકાણ સ્કેમ અથવા ગિફ્ટ સ્કીમ ફ્રોડ

૭. કૉલ, ઈમેલ અથવા મેસેજ દ્વારા થયેલી ઠગાઈ

સાયબર ફ્રોડથી બચવા માટે નીચે મુજબ સાવચેતી રાખો:-

૧. અજાણી લિંક પર ક્લિક ન કરો.

૨. કોઈને OTP કે પાસવર્ડ આપશો નહીં.

૩. સત્તાવાર એપ્લિકેશન અને વેબસાઇટ જ ઉપયોગ કરો.

૪. અતિ આકર્ષક ઑફરો કે ઇનામના મેસેજથી સાવચેત રહો.

૫. ફ્રોડ થતાં જ ૧૯૩૦ પર કૉલ કરો અને www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો.

સાયબર સજાગ રહો, ડિજિટલ સુરક્ષિત રહો

આમ, ૧૯૩૦ હેલ્પલાઇન એ ભારતના ડિજિટલ નાગરિકોને સાયબર ગુનાઓ સામે સુરક્ષિત રાખવા માટેનું શક્તિશાળી સાધન છે. તે માત્ર એક હેલ્પલાઇન નથી, પરંતુ એક એવી ઝડપી પ્રતિભાવ વ્યવસ્થા છે, જે ગુનેગારોના હાથ સુધી પૈસા પહોંચે તે પહેલાં જ રોકી શકે છે. દરેક નાગરિકે આ હેલ્પલાઇન વિશે જાણકારી રાખવી જોઈએ અને બીજાને પણ માહિતગાર કરવા જોઈએ. ફ્રોડ થયાની જાણ થતાં જ વિલંબ કર્યા વિના ૧૯૩૦ પર કૉલ કરીને પોતાના હકની રક્ષા કરવી જોઈએ.


આ પણ વાંચો : Vadodara News : વડોદરા ગ્રામ્યમાં ફરજ બજાવતા 9 PIની કરાઈ આંતરિક બદલી, વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષકે ચીપ્યો બદલીનો ગંજીફો


  • Follow us on: