ભુજ પાલારા જેલમાંથી ફરી એકવાર મોબાઈલ મળ્યો છે અને ઝડતી સ્ક્વોડની તપાસ દરમિયાન મોબાઈલ મળી આવ્યો છે, પ્રતિબંધિત મોબાઈલ, સીમકાર્ડ અને ચાર્જર મળ્યું છે અને બેરેક નંબર 0505 ની બહારના ભાગે ગટરની ચેમ્બરના પાઇપમાંથી મોબાઈલ મળ્યો છે, ભુજ બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
ભુજ બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી
તો ઝડતી સ્કવોડે ભુજ બી ડિવિઝન પોલીસને જાણ કરી છે અને પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે, પાલારા જેલમાંથી અવાર-નવાર મોબાઈલ મળી આવતા હોય છે, તો મોબાઈલ અંદર સુધી કઈ રીતે પહોંચ્યો તેને લઈ તપાસ શરૂ કરાઈ છે, શું જેલમાં પણ અંદર મોબાઈલ લઈ જવાને લઈ કોઈ સેટિંગ ચાલે છે ?













