પશ્ચિમ કચ્છ પોલીસની ધાક ઓછી થઈ હોય તેમ લાગી રહ્યું છે. કચ્છના જાણીતા હિસ્ટ્રીશીટર પારસ ગોસ્વામીનો એક શરમજનક વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયો છે, જેમાં તે ખુલ્લેઆમ બિયરના ટીન સાથે કેક કાપી પોતાના જન્મદિવસની ઉજવણી કરતો જોવા મળી રહ્યો છે.
બિયરના ટીન અને દારૂની મહેફિલ
વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, આરોપી પારસ ગોસ્વામી ટેબલ પર બિયરના ટીન ગોઠવીને અને હાથમાં બિયર રાખીને કેક કટિંગ કરી રહ્યો છે. ડ્રાય સ્ટેટ ગુજરાતમાં જ્યાં દારૂબંધીના કડક અમલની વાતો થાય છે, ત્યાં એક રીઢો ગુનેગાર આ પ્રકારે સોશિયલ મીડિયા પર પ્રદર્શન કરે તે પોલીસ તંત્ર માટે પડકારરૂપ છે.













