કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના લોડાઈ ગામમાં પાણીપુરી ખાવાના કારણે સામૂહિક ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. છેલ્લા બે દિવસમાં લોડાઈ પંથકમાં પાણીપુરી ખાધા બાદ અંદાજે 70 જેટલા લોકોને ઝાડા-ઉલ્ટી અને ફૂડ પોઈઝનિંગની અસર થતા સ્થાનિક આરોગ્ય તંત્ર દોડતું થયું હતું.


આરોગ્ય વિભાગનો મેગા સર્વે

ઘટનાની જાણ થતા જ આરોગ્ય વિભાગની વિવિધ ટીમો તાત્કાલિક લોડાઈ ગામમાં દોડી ગઈ હતી. તંત્ર દ્વારા ગામના કુલ 2671 લોકોનો ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યો છે. અલગ-અલગ ટીમો બનાવીને લોકોની તબિયતની ચકાસણી કરવામાં આવી હતી જેથી અન્ય કોઈ વ્યક્તિ આ બીમારીનો ભોગ ન બને. શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના 6 જેટલા સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.

પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ

સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા લોડાઈ ગામમાં પાણીપુરીના વેચાણ પર હાલ પૂરતો પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. જોકે, રાહતના સમાચાર એ છે કે શરૂઆતના 70 કેસો બાદ છેલ્લા બે દિવસમાં કોઈ નવો કેસ નોંધાયો નથી. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર હાલ સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને અસરગ્રસ્તોની હાલત સ્થિર છે.



આ પણ વાંચો----      Local Body Elections 2026 : ચૂંટણી જંગમાં AI ની એન્ટ્રી, ભાજપ-કોંગ્રેસના સોશિયલ મીડિયા વોર-રૂમ હવે થયા હાઈટેક, જાણો ડિજિટલ માયાજાળ

  • Follow us on: