મહીસાગર જિલ્લામાં વધુ એક ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર શખ્સ ઝડપાયો છે, કોઠંબા પોલીસ મથક વિસ્તારમાં ચાઈનીઝ દોરી સાથે એક ઝડપાયો છે અને મહીસાગર SOGએ બાતમીના આધારે મહારાજ ઢાબા નજીક રોડ ઉપર ચાઈનીઝ દોરીનું વેચાણ કરનારને ઝડપી પાડયો છે, મહેન્દ્ર નામના યુવકને 36 નંગ ચાઈનીઝ દોરીના ફિરકા સાથે ઝડપી પોલીસે 42 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.


29 ડિસેમ્બર 2025ના રોજ દાહોદમાં પણ ઝડપાઈ ચાઈનીઝ દોરી

દાહોદમાં ગોદીરોડ ગણેશ સોસાયટીમાં રહેણાંક મકાનમાં સંગ્રહ કરી રાખેલ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો પોલીસે ઝડપી પાડયો છે, પોલીસે ખાનગી બાતમીના આધારે રેડ કરી મુદામાલ જપ્ત કર્યો છે અને પોલીસે વેપારી પાસે થી કુલ 86 નંગ ચાઈનીઝ દોરીના ફિરકા ઝડપી કુલ 43 હજારનો મુદામાલ કબજે કર્યો છે. વેપારી જયેશભાઈ ધોબી સામે ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

27 ડિસેમ્બર 2025ના રોજ દાહોદનાસંજેલી તાલુકામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપાઈ

દાહોદ જિલ્લામાં ઉત્તરાયણ આવતા જ જિલ્લાનું પોલીસ તંત્ર સજાગ બન્યું છે. ઉપરાછાપરી દાહોદ જિલ્લામાં ચાઈનીઝ દોરીને કારણે નિર્દોષ લોકોના ગળા કપાઈ રહ્યા છે. કાં તો અન્યજીવલેણ ઇજાઓ થઈ રહી છે. નિર્દોષ પક્ષીઓ પણ તેનો ભોગ બને છે. દાહોદ જિલ્લામાં ઉત્તરાયણ આવતા જ જિલ્લાનું પોલીસ તંત્ર સજાગ બન્યું છે. ઉપરાછાપરી દાહોદ જિલ્લામાં ચાઈનીઝ દોરીને કારણે નિર્દોષ લોકોના ગળા કપાઈ રહ્યા છે. કાં તો અન્યજીવલેણ ઇજાઓ થઈ રહી છે. નિર્દોષ પક્ષીઓ પણ તેનો ભોગ બને છે.

ઉત્તરાયણ પહેલા હાઇકોર્ટનો રાજ્ય સરકારને આદેશ

પ્રતિબંધિત વસ્તુઓના અમલ માટે કડક આદેશ આપ્યો છે, ચાઈનીઝ દોરી, તુક્કલ સહિતની વસ્તુઓના વેચાણ પર રોક અને વેચાણ અને સંગ્રહ કરનાર સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે, સરકારે કરેલી કામગીરીનો અહેવાલ કોર્ટમાં રજૂ કરાયો છે અને 59 FIR નોંધી 36.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યોઃ સરકાર, 'ચાઈનીઝ વસ્તુઓ રાખનાર, વેચનાર સામે કાર્યવાહી કરાઇ અને ઉત્તરાયણ સંબંધિત વસ્તુઓના વેચાણને લઇ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે અને જિલ્લા પોલીસ વડાને ડે-ટુ-ડે રિપોર્ટ કરવા કોર્ટે આપ્યા નિર્દેશ.


આ પણ વાંચો : Kutch News : કચ્છમાં સાયબર ફ્રોડના રૂપિયા કમિશનથી મેળવનાર આરોપીઓ સામે કાર્યવાહી, બેંકના ખાતામાં રૂ. 33 લાખ જમા થયા હતા


  • Follow us on: