મહેસાણા જિલ્લાના કડી શહેરમાં તસ્કરોએ પોલીસ પેટ્રોલિંગના ધજાગરા ઉડાડતા એક જ રાતમાં ચાર મકાનોને નિશાન બનાવ્યા છે. કડીની પ્રખ્યાત 'રાજ એમ્પાયર' સોસાયટીમાં તસ્કરોએ તરખાટ મચાવતા ચાર બંધ મકાનોના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ અત્યંત વ્યવસ્થિત રીતે મકાનના કબાટો ફંગોળી તેમાંથી લાખોની કિંમતના સોના-ચાંદીના દાગીના અને મોટી માત્રામાં રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા છે. સવારના સમયે જ્યારે પાડોશીઓ અને મકાન માલિકોને જાણ થઈ ત્યારે સોસાયટીમાં ભારે હોબાળો મચી ગયો હતો.


કડીમાં સામુહિક ચોરીથી ખળભળાટ

આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. રહીશોનો આરોપ છે કે રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગનો અભાવ હોવાથી તસ્કરોને મોકળું મેદાન મળી ગયું છે. ચોરીની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ડોગ સ્ક્વોડ તેમજ એફએસએલ (FSL)ની મદદથી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. એકસાથે ચાર મકાનોમાં થયેલી આ ચોરીએ કડી શહેરના વેપારીઓ અને રહીશોમાં ભયનું વાતાવરણ પેદા કર્યું છે. લોકો હવે પોતાની સુરક્ષા માટે પોલીસ પાસે રાત્રિના સમયે વધુ સઘન પેટ્રોલિંગની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Kutch News : નો રોડ, નો ટોલના નારા સાથે કુકમા ટોલનાકા પર ટ્રાન્સપોર્ટરોનો હલ્લાબોલ

  • Follow us on: