કચ્છ જિલ્લાના કુકમા ટોલનાકા પર આજે ટ્રાન્સપોર્ટરો અને ટ્રક માલિકોએ એકઠા થઈને તંત્ર સામે મોરચો માંડ્યો છે. હાઈવેનું કામ લાંબા સમયથી અધૂરું હોવા છતાં કંપની દ્વારા પૂરતો ટોલ ટેક્સ વસૂલવામાં આવતો હોવાથી ટ્રાન્સપોર્ટરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિરોધ પ્રદર્શન કરી રહેલા વાહનચાલકોએ "નો રોડ, નો ટોલ" ના સૂત્રોચ્ચાર કરીને માંગ કરી હતી કે જ્યાં સુધી રસ્તાનું કામ સંપૂર્ણ રીતે પૂરું ન થાય ત્યાં સુધી ટોલ વસૂલાત સ્થગિત કરવામાં આવે. રસ્તાની બિસ્માર હાલતને કારણે વાહનોમાં નુકસાન થતું હોવાની ફરિયાદો પણ ઉઠી છે.


હાઇવેનું કામ અધૂરું ને ટોલ પૂરો?

આ આંદોલનને પગલે ટ્રાન્સપોર્ટરોએ હાઈવે પર પોતાની ટ્રકો ઉભી રાખીને ચક્કાજામ સર્જ્યો હતો, જેના કારણે બંને તરફ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ટ્રાન્સપોર્ટરોનો આરોપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં હાઈવેના કામમાં કોઈ પ્રગતિ જોવા મળતી નથી અને ટેક્સના નામે જનતાના ખિસ્સા ખંખેરવામાં આવે છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો અને ટ્રાન્સપોર્ટરોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જો ટૂંક સમયમાં રસ્તાની કામગીરી સુધારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો : Porbandar News : ભારતીય જળસીમામાં પાકિસ્તાની ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, 9 ક્રૂ મેમ્બરોની ધરપકડ

  • Follow us on: