મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં તંત્રની ઘોર બેદરકારી ફરી એકવાર સામે આવી છે. વિસનગરના કાસા રોડ પર છેલ્લા ઘણા સમયથી ગટર લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે, જેના માટે મોટા ખાડા ખોદવામાં આવ્યા છે. આજે આ માર્ગ પરથી પસાર થઈ રહેલા એક વૃદ્ધા અચાનક ગટરના ઉંડા ખાડામાં ફસાઈ ગયા હતા. ખાડાની આસપાસ કોઈ પણ પ્રકારના સુરક્ષા બોર્ડ કે બેરિકેડિંગ ન હોવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. સદનસીબે, આસપાસથી પસાર થઈ રહેલા જાગૃત રાહદારીઓએ તાત્કાલિક દોડી જઈ ભારે જહેમત બાદ વૃદ્ધાને ખાડામાંથી બહાર કાઢી બચાવી લીધા હતા.


વિસનગરમાં તંત્રની નિંભરતા

આ ઘટનાને પગલે વિસનગર નગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ગટર લાઈનનું કામ કાચબા ગતિએ ચાલી રહ્યું છે અને ખોદકામ કર્યા બાદ ખાડાઓને સુરક્ષિત કરવામાં આવતા નથી, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે જીવનું જોખમ ઉભું થયું છે. અગાઉ પણ અનેક નાના-મોટા અકસ્માતો થયા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. જો આગામી સમયમાં આ જોખમી ખાડાઓ પુરવામાં નહીં આવે અથવા યોગ્ય સુરક્ષા વ્યવસ્થા નહીં કરાય તો કોઈ મોટી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે.

આ પણ વાંચો : Gandhinagar માં બાળકોના મોત મામલે વિવાદ, કમિશનર જે.એન. વાઘેલાએ ટાઈફોઈડથી મોત થયાનો કર્યો ઈનકાર

  • Follow us on: