અરવલ્લી જિલ્લામાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે 1 કરોડનો વિદેશી દારૂ ઝડપી પાડયો છે, આ કેસમાં કુલ 1 આરોપીની ધરપકડ છે અને 4 આરોપી ફરાર છે, શામળાજી હાઇવે પર કરછા ગામ ખાતેથી આ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, શામળાજી પોલીસ સ્ટેશનની મોટી બેદરકારી સામે આવી છે અને શામળાજી પોલીસ ખાલી ચેકિંગના નામે ખેલ પાડી રહી છે કે શું તે સમજાતું નથી.

અરવલ્લી જિલ્લામાંથી ઝડપાયો વિદેશી દારૂ

શામળાજી પોલીસ સ્ટેશનની હદમાંથી ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂનો જથ્થો ઝડપી પાડયો છે, 1,10,32,600નો દારૂ ઝડપી ટ્રક ડ્રાઈવરની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી છે, પોલીસે 65(A)(E), 81,83,98(2), 116(B) અને ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ -2023 કલમ- 336(2), 336(3), 340(2), 238 હેઠળ ગુનો નોંધી આરોપીને શામળાજી પોલીસને સોંપ્યો છે અને આ કેસની આગળની તપાસ શામળાજી પોલીસ કરશે.

ઝડપાયેલ આરોપી અને ફરાર આરોપી

01- રાકેશ ગણેશરામ બંઝારા. રહેવાસી ઝાલાવાડ રાજસ્થાન, ( ટ્રક ડ્રાઈવર )

02- રાજુ મારવાડી, ફરાર આરોપી રહે- રાજસ્થાન

03- અંબાલાથી અજાણ્યો વ્યક્તિ- ( રાજુ મારવાડીનો નોકર)

04- અજાણ્યો વ્યક્તિ - અમદાવાદ ખાતે


આ પણ વાંચો : Gandhinagar News : ગુજરાત ACBની કામગીરી સામે સવાલ, 5 વર્ષમાં 250 ગુનાઓ સાબિત ન થઈ શકયા