મોરબી જિલ્લાના ટંકારા પંથકમાં માનવતાને લાંછન લગાડતી એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક શ્રમિક પરિવારના માત્ર 2 વર્ષના માસૂમ બાળક સાથે પાડોશમાં રહેતા શખ્સે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા ચકચાર મચી ગઈ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી અને બાળકના પિતા વચ્ચે અગાઉ કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય ઝઘડાનો બદલો લેવા માટે પાષાણ હૃદયના આરોપીએ માસૂમ બાળકને નિશાન બનાવ્યું અને તેની સાથે કુકર્મ આચર્યું હતું. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે શ્રમિક પરિવારોમાં ભારે રોષ અને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.


ટંકારામાં શરમજનક ઘટના

ઘટનાની જાણ થતા જ ટંકારા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને મૂળ બિહારના વતની એવા નરાધમ આરોપી રામવિકાસ તૈલીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ભોગ બનનાર માસૂમ બાળકની તબિયત લથડતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોની સઘન સારવાર બાદ બાળકની સ્થિતિમાં સુધારો થતા તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો (POCSO) સહિતની કડક કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : Dwarka News : જામખંભાળીયા હાઈવે પર કાળમુખી કારનો કહેર, હિટ એન્ડ રનમાં ફુવા-ભત્રીજાના કરુણ મોત

  • Follow us on: