જામખંભાળીયા-જામનગર હાઈવે પર એક હૃદયદ્રાવક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં એક બેફામ કારે બાઈકને અડફેટે લેતા ફુવા-ભત્રીજાનું કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માત દાતા ગામ નજીક સર્જાયો હતો, જ્યારે પરિવાર એક ધાર્મિક પ્રસંગ પતાવીને પરત ફરી રહ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ફુવા અને તેમના ભત્રીજાએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો, જ્યારે એક 10 વર્ષીય બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ કરુણ ઘટનાથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
દાતા નજીક હિટ એન્ડ રન
અકસ્માત સમયે ત્યાંથી પસાર થઈ રહેલા જામનગરના સાંસદ પૂનમબેન માડમે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અકસ્માત જોઈને તેમણે તુરંત પોતાની કાર રોકાવી હતી અને ગંભીર રીતે ઘાયલ બાળકને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા વ્યવસ્થા કરી હતી. તેમની આ સમયસૂચકતાને કારણે ઇજાગ્રસ્ત બાળકને ત્વરિત સારવાર મળી શકી હતી. બીજી તરફ, અકસ્માત સર્જીને નાસી છૂટેલા કાર ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે.













