નલિયા અને સૌરાષ્ટ્રમાં ઠંડીનો પ્રકોપ ગુજરાતમાં હાલ શિયાળાએ બરાબરનો મિજાજ દેખાડ્યો છે, જેમાં કચ્છનું નલિયા 7 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. ગત વર્ષની સરખામણીએ (જ્યારે તાપમાન 3 ડિગ્રી હતું) આ વખતે ઠંડી થોડી ઓછી છે, પરંતુ હજુ પણ જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં પણ ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે, જ્યાં રાજકોટમાં પારો 9.4 ડિગ્રીએ પહોંચ્યો છે, જ્યારે અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પવનની દિશા ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફ હોવાને કારણે રાત્રિ અને વહેલી સવારના સમયે ઠંડા પવનોનો અનુભવ થઈ રહ્યો છે.


ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું

આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં ફેરફારની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ઠંડીનું જોર હવે ધીમે-ધીમે ઘટવાની શક્યતા છે. આગામી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાથી લોકોને કાતિલ ઠંડીમાંથી થોડી રાહ મળશે. સૌથી રાહતની વાત એ છે કે હાલમાં રાજ્યમાં માવઠાની કોઈ જ શક્યતા નથી, જેનાથી ખેડૂતોમાં પણ નિરાંત જોવા મળી રહી છે. પવનની બદલાતી ગતિ અને તાપમાનમાં થતો વધારો આગામી દિવસોમાં શિયાળાની તીવ્રતામાં ઘટાડો લાવશે.

આ પણ વાંચો : Ahmedabad News : પોલીસ કમિશનરની લાલ આંખ, નિયમ તોડનારા 1330 સરકારી કર્મચારીઓ દંડાયા, પોલીસકર્મીઓ પણ ન બચ્યા!


  • Follow us on: