મોરબી સબ જેલમાં બે મોબાઈલ મળી આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામી છે. અમદાવાદની સ્કવોર્ડ દ્વારા મોરબી સબ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન બે મોબાઈલ મળી આવ્યા હતા. આ મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ઘટનાની વિગત
ઘટનાની મળતી માહિતી અનુસાર, અમદાવાદની સ્કવોર્ડ દ્વારા મોરબી સબ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન બે મોબાઈલ ઝડપાયા હતા. આ મોબાઈલ જેલના બાથરૂમમાંથી મળી આવ્યા હતા. પાણી જવાના બાકોરામાં આ મોબાઈલ સંતાડવામાં આવ્યા હતા. મોબાઈલ મળવા મામલે મોરબી એ ડિવિઝનના જેલર દેવશી કરંગિયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.













