મોરબી જિલ્લામાં એક વૃદ્ધ ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી તેમની પાસેથી લાખો રૂપિયાની માલમત્તા પડાવી લેવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. આ વૃદ્ધ પોતાની વાડી માટે શ્રમિકોની શોધમાં હતા, ત્યારે એક મહિલા સહિતની ટોળકીએ પૂર્વઆયોજિત ષડયંત્ર રચ્યું હતું. મહિલા શ્રમિકે વૃદ્ધને પોતાની જાળમાં ફસાવ્યા હતા અને એકાંતનો લાભ લઈ અચાનક નિર્વસ્ત્ર થઈ વૃદ્ધને બાથ ભીડી હતી. આ દરમિયાન ટોળકીના અન્ય સભ્યોએ ઓચિંતો છાપો મારી મોબાઈલમાં વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયોને આધારે વૃદ્ધને બદનામ કરવાની અને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.


ટોળકીએ પ્લાન ઘડી 53 લાખ પડાવ્યા

ગભરાયેલા વૃદ્ધ પાસેથી આ ટોળકીએ અલગ-અલગ સમયે બ્લેકમેલિંગ કરીને સોનું અને રોકડ રકમ મળી કુલ 53.30 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આટલી મોટી રકમ ગુમાવ્યા બાદ અને સતત વધી રહેલી માંગથી કંટાળીને અંતે વૃદ્ધે હિંમત દાખવી મોરબી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે મહિલા સહિત કુલ 8 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ પંથકમાં ભારે ચર્ચા જગાવી છે અને લોકોને અજાણ્યા શખ્સો સાથે વ્યવહાર કરતી વખતે સાવચેત રહેવા માટે ચેતવણી આપી છે. પોલીસ હાલમાં આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી દરોડા પાડી રહી છે.

આ પણ વાંચો : Patan માં ઢોર માલિકોની દાદાગીરી, પાલિકાએ પકડેલા ઢોર બળજબરીથી છોડાવી જતાં ફરિયાદ

  • Follow us on: