નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પારિવારિક કલહમાં એક અત્યંત સનસનાટીભરી અને કરૂણ ઘટના સામે આવી છે. ઘરમાં પત્ની સાથે કોઈ બાબતે તીવ્ર ઝઘડો થયા બાદ આવેશમાં આવેલા પિતાએ પોતાના જ નિર્દોષ પુત્ર પર ચપ્પુ વડે જાનલેવા હુમલો કરી દીધો હતો. ચપ્પુના આડેધડ ઘા ઝીંકીને પિતાએ પુત્રને મોતને ઘાટ ઉતારી દેતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

પત્નીને ગંભીર ઈજા પહોંચાડી આરોપી પિતા ફરાર થયો હતો

ઝઘડા દરમિયાન બચાવવા વચ્ચે પડેલી પત્ની પર પણ આરોપીએ ચપ્પુ વડે હુમલો કરી તેને લોહીલુહાણ કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બનાવ બાદ પત્ની અને પુત્રને લોહીના ખાબોચિયામાં છોડીને આરોપી પિતા સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલી પત્નીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

ચીખલી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો

બનાવ અંગેની જાણ થતાં જ ચીખલી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ફરાર આરોપી પિતાની શોધખોળ આદરી હતી. ચીખલી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી ગણતરીના કલાકોમાં જ હત્યારા પિતાને ઝડપી લઈને લોકઅપમાં ધકેલી દીધો હતો.

Navsari Crime News: Father Arrested Within Hours for Killing Son in Chikhli

પોલીસ દ્વારા કાયદેસરની કડક કાર્યવાહી શરૂ

પુત્રની હત્યા અને પત્ની પર જાનલેવા હુમલો કરવા અંગે ચીખલી પોલીસે આરોપી વિરુદ્ધ હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો - Navsari News: ચીખલીના અંબાચ ગામે પિતાએ કરી યુવાન પુત્રની હત્યા; પરિવારના અન્ય બે સભ્યો પણ ઈજાગ્રસ્ત