નવસારીમાં ખાનગી લકઝરી બસને અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની છે જેમાં ઈજાગ્રસ્તોમાં 6 મહિલા અને 3 બાળકનો સમાવેશ થાય છે અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે, ખેરગામ શામળા ફળિયા ખાતે લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત.


સુરતથી ધરમપુર આશ્રમ ખાતે જઈ રહેલ બસને અકસ્માત નડ્યો

સુરતથી ધરમપુર આશ્રમ ખાતે મુસાફરોન ભરીને બસ જઈ રહી હતી અને સામસામે અકસ્માત થતા લોકો મદદ માટે પહોંચ્યા હતા, બસમાં સવાર 6 મહિલા, 2 પુરૂષ અને ત્રણ બાળકો મળી11 જેટલા લોકોને ઇજા થતા સારવાર અર્થે ખસેડાયા છે, લક્ઝરી બસના ચાલકની ગંભીર ભૂલના કારને અકસ્માત સર્જાયો છે, તો બસના મુસાફરોનો આક્ષેપ છે કે, બસનો ચાલક ફોન પર વાત કરતો હતો અને અકસ્માત સર્જાયો હતો.

લક્ઝરી બસનો ચાલક ફોન પર વાત કરતો હોય જેથી અકસ્માત સર્જાયો

તો ઘટનાની જાણ થતાની સાથે પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા, અને પોલીસે ઘટનાને લઈ તપાસ શરૂ કરી છે, બસ અને ટ્રકના આગળના ભાગે નુકસાન પહોંચ્યું છે.


આ પણ વાંચો : Dahod News : દાહોદના કસ્બા વિસ્તારમાં ગૌ રક્ષકો પર હુમલો, હિંસક ટોળાએ પથ્થરમારો કરી વાહનોના કાચ તોડયા


  • Follow us on: