પાટણના સાંતલપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓનો વીડિયો વાયરલ થયો છે જેમાં પોલીસકર્મીઓનો દેશી દારૂ પીતો વીડિયો વાયરલ થયો છે અને કોન્સ્ટેબલ અને PSO દેશી દારૂ પીતા નજરે પડ્યા છે, એક નાગરિક દ્વારા આ વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં દેખાય છે કે, ધોળા દિવસે પોલીસે રોડ પર દેશી દારૂ પી રહી છે.


[[$googlead]]

પાટણ જિલ્લા પોલીસને લાંછન લગાડતો વીડિયો આવ્યો સામે

પાટણ જિલ્લામાં પોલીસ યુનિફોર્મમાં જ ભાન ભૂલ્યા હોય તેમ લાગી રહ્યું છે, હારિજમાં પોલીસ યુનિફોર્મમાં ત્રણ પોલીસ કર્મચારીઓ દેશી દારૂની મજા માણી રહ્યાં છે અને સાંતલપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ યુનિફોર્મમાં જ દેશી દારૂ પી રહ્યાં છે અને તેમને ખબર પડી કે કોઈ વીડિયો ઉતારી રહ્યું છે, તો તેની સાથે રકઝક પણ કરી રહ્યાં છે, સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે કોન્સ્ટેબલ અને પીએસઓમાં આ કર્મીઓ ફરજ બજાવી રહ્યાં છે.

પાટણ જિલ્લા એસપીએ નથી કરી કોઈ કાર્યવાહી

તો સમગ્ર ઘટનામાં આ મામલે પાટણ જિલ્લા એસપીએ કોઈ કાર્યવાહી કરી નથી અને કોઈને સસ્પેન્ડ પણ કર્યા નથી, ત્યારે ગાંધીના ગુજરાતમાં પોલીસે જ દારૂના ધજાગરા ઉડાવ્યા છે અને તેમાં પણ ધોળા દિવસે હાથમાં દેશી દારૂની પોટલી લઈ દારૂ પી રહ્યાં છે, ત્યારે ગુજરાતમાં ફરી એકવાર ખાખી બદનામ થઈ છે. સ્થાનિકોનું કહેવું છે કે, સ્થાનિકોએ દારૂ પીધો હોય તો પોલીસ કેવો કેસ કરે છે, તો આ પોલીસકર્મીઓ સામે પણ કેસ થવો જોઈએ તેવી વાત સામે આવી છે.

[[$alsoread]]

પાટણમાં દેશી દારુના અડ્ડા બંધ કરાવવા ભાજપ નેતા મેદાને

પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરે પોલીસને આપી ચીમકી અને દેશી દારૂના અડ્ડાઓને બંધ કરાવવા પોલીસને ચીમકી આપી છે, પોલીસને ચીમકીનો દિલીપ ઠાકોરનો વીડિયો વાયરલ થયો છે અને સરકારની દારુબંધીની પોલ ખુદ ભાજપ નેતાએ ખોલી છે.


આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં ઠંડીની વચ્ચે કમોસમી વરસાદની આગાહી, બનાસકાંઠા અને પાટણમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ


  • Follow us on: