મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા જિલ્લામાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠું રહેવાની શક્યતા છે સાથે સાથે માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
ગુજરાતમાં ઠંડીનું જોર ઘટયું
નલિયામાં સૌથી ઓછું 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે, અમદાવાદમાં 16.8, ગાંધીનગરમાં 16 ડિગ્રી, અમરેલીમાં 14.6 ડિગ્રી, ભુજમાં 15.4 ડિગ્રી, દાહોદમાં 14.3 ડિગ્રી, ડિસામાં 15.3 ડિગ્રી, જામનગરમાં 14.2 ડિગ્રી, કંડલામાં 16.5 ડિગ્રી, પોરબંદરમાં 16 ડિગ્રી, રાજકોટમાં 14.8 ડિગ્રી, સુરતમાં 17.8 ડિગ્રી, ડાંગમાં 15.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
બનાસકાંઠા અને પાટણમાં આજે ગાજવીજ સાથે માવઠાની આગાહી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાના હવામાન ખાતાએ સંકેતો આપ્યાં છે. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં ગાજવીજ સાથે માવઠું પડવાની શક્યતાઓ છે. બીજી તરફ અમદાવાદ સહિત રાજ્યનાં ૧૮ શહેરમાં પારો ૧૫ ડિગ્રીને પાર જતાં ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જોકે હવે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની કોઈ જ શક્યતા જણાતી ન હોવાનું હવામાન ખાતાએ જારી કરેલી વિગતો પરથી માની શકાય છે.
હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે
જેમાં કચ્છના ઉત્તર ભાગમાં તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં માવઠું પડવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. વિજળીના કડાકા સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા હોવાથી યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. વધુમાં હવામાન વિભાગના વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવવની ગતિ ૨૦થી ૨૫ કિમી પ્રતિ કલાક રહેવાની શક્યાતઓ છે. ઉત્તરથી ઉત્તર પશ્ચિમ તરફનો પવન ફૂંકાશે. કમોસમી વરસાદ અને ગાજવાજના પગલે માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે.









