રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટનામાં મહિલાનું મોત થયું છે, પુરપાટ ઝડપે આવતી કારે મહિલાને અડફેટે લીધી છે અને મહિલાને અડફેટે લઇ કારચાલક થયો ફરાર, મહિલાને ગંભીર ઇજા થતા ઘટનાસ્થળે જ મોત થયું છે, ગોંડલ ચોકડી નજીક રોડ ક્રોસ કરતી વખતે કાર ચાલકે મારી ટક્કર અને રાજકોટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ શહેરમાં વધુ એક હીટ એન્ડ રનનો બનાવ બન્યો છે
ગોંડલ રોડ ચોકડીથી આજી ડેમ ચોકડી વચ્ચે રામાધાણી હોટલ નજીક હાઈવે રોડ ક્રોસ કરતી વેળાએ પુરપાટ કારે ઠોકરે લેતા વૃધ્ધાનું મોત નીપજતાં તેના પરિવારજનોમાં શોક છવાયો છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ જુનાગઢ જિલ્લાના માણાવદર ગામ નજીક બાંટવા ગામે રહેતા ઈન્દુબેન પ્રાગજીભાઈ મારૂ (ઉ.વ.૬૩) રાત્રીના ગોંડલ રોડ ચોકડી અને આજીડેમ ચોકડી વચ્ચે રામાધણી હોટલ પાસે પગપાળા રોડક્રોસ કરતા હતા તે દરમિયાન પુરપાટ કારે ઠોકરે લઈ નાસી જતા તેને ગંભીર હાલતમાં ૧૦૮ દ્વારા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું ટુંકી સારવાર દરમિયાન મોત નીપજયુ હતુ.
