પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરાયું છે અને 25 ચાઈનીઝ ફિરકી સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવી છે, ઉતરાયણના તહેવારને લઈને રાજકોટ પોલીસ દ્વારા પતંગ દોરીના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને શહેરના પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરી તેમજ તુક્કલના વેચાણને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, પોલીસ ટીમ દ્વારા સદર બજારમાં પતંગ-દોરી વેચાણની જગ્યાઓમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવ્યું છે.

6 જાન્યુઆરી 2026ના રોજ જેતપુરમાં ચાઈનીઝના કારણે બાઈક સવાર યુવકનું ગળું કપાયું

ઉત્તરાયણ પર્વ પૂર્વે જ પ્રતિબંધિત ચાઈનીઝ દોરી માસૂમ લોકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. જેતપુરમાં આવી જ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક યુવકનું ચાઈનીઝ દોરીથી ગળું કપાઈ જતાં તે મોતના મુખમાંથી પરત આવ્યો છે. જેતપુરના બળદેવધાર વિસ્તારમાં રહેતો 27 વર્ષીય યુવાન સાગર પરમાર જ્યારે પોતાની બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની છે.

ઉત્તરાયણ પહેલા હાઇકોર્ટનો રાજ્ય સરકારને આદેશ

પ્રતિબંધિત વસ્તુઓના અમલ માટે કડક આદેશ આપ્યો છે, ચાઈનીઝ દોરી, તુક્કલ સહિતની વસ્તુઓના વેચાણ પર રોક અને વેચાણ અને સંગ્રહ કરનાર સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે, સરકારે કરેલી કામગીરીનો અહેવાલ કોર્ટમાં રજૂ કરાયો છે અને 59 FIR નોંધી 36.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યોઃ સરકાર, 'ચાઈનીઝ વસ્તુઓ રાખનાર, વેચનાર સામે કાર્યવાહી કરાઇ અને ઉત્તરાયણ સંબંધિત વસ્તુઓના વેચાણને લઇ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે અને જિલ્લા પોલીસ વડાને ડે-ટુ-ડે રિપોર્ટ કરવા કોર્ટે આપ્યા નિર્દેશ.


આ પણ વાંચો : Banaskantha News : 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 2026 સુધી ત્રણ દિવસીય 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2026'નું આયોજન કરાશે