રાજકોટમાં ફરી ગાંજા સાથે એક આરોપી ઝડપાયો છે, પશ્ચિમ બંગાળનો 26 વર્ષીય સૂરજ રાય રાજકોટમાં ફ્લેટ ભાડે રાખી કરતો હતો ગાંજાનું વેચાણ અને ગાંજો કોને આપવાનો હતો અને કયાંથી લાવ્યો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે, પોલીસને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે કાર્યવાહી કરી છે.

જેતપુરના ભોજાધારમાં રહેતી મહિલા ગાંજા સાથે ઝડપાઇ

જેતપુરના ભોજાધાર વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાના ઘરે ગાંજો રાખ્યો હોવાની બાતમીને આધારે સીટી પોલીસે રેડ કરતા મહિલાના ઘરમાંથી 488 ગ્રામ ગાંજો કિંમત રૂપિયા 24426નો મળી આવતા પોલીસે મહિલાની એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

બે દિવસ અગાઉ ઉપલેટામાં મહિલા 889 ગ્રામ ગાંજા સાથે ઝડપાઈ

રાજકોટ ગ્રામ્ય જિલ્લા SOGએ ઉપલેટામાંથી એક મહિલાને 889 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડી હતી. SOG ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ઉપલેટાના સ્મશાન રોડ પર રામગઢ વિસ્તારમાં રહેતા 40 વર્ષીય સલમાબેન રફીકભાઈ શેખ પોતાના મકાનમાં ગાંજાનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે તેમના ઘરે દરોડો પાડ્યો હતો.


આ પણ વાંચો : Surat News : આ ચોરને ઘરમાં જ ચોરી કરવી ગમતી હતી, 100થી વધુ ઘરફોડ ચોરી કરનાર તસ્કરને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો