રાજકોટમાં મરજી વિરુદ્ધ સંબંધ બાંધી શિક્ષક પાસે રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે અને નિવૃત શિક્ષક બટુકભાઈ પટેલે નોંધાવી ફરિયાદ, ગાંધીનગરની ત્રણ યુવતી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જમીન બતાવવાના બહાને હોટલના રૂમમાં બોલાવ્યા હોવાની વાત છે.

એક યુવતીએ બળજબરી કરી, બીજીએ વીડિયો ઉતાર્યો

તો આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો શિક્ષકને 3 યુવતીએ બોલાવ્યા હતા હોટલમાં બોલાવ્યા હતા અને શિક્ષકનું અપહરણ કરી 12 લાખ પડાવ્યાનો આરોપ લાગ્યો છે, તો શિક્ષક પાસે મરજી વિરુદ્ધ સબંધ બાંધી રૂપિયા પડાવ્યા હોવાની વાત સામે આવી છે, સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. યુવતીઓ પાસેથી હજી રૂપિયા રિકવર કરવામાં આવ્યા નથી, અને યુવતીઓએ અન્ય કોની સાથે આવી રીતે રૂપિયા પડાવ્યા છે તે દિશામાં તપાસ ચાલુ છે.

શિક્ષકનું અપહરણ કરી 12 લાખ પડાવ્યાનો આરોપ

આ સમગ્ર ઘટનામાં શિક્ષકે રૂપિયા આપાવાની ના પાડતા એક યુવતીએ તેમનો વીડિયો ઉતાર્યો હતો અને રૂપિયાની માગણી કરી હતી, જમીન બતાવવાના બહાને હોટલમાં બોલાવ્યા અને રૂપિયા પડાવી લીધા હતા, તો પહેલા યુવતીઓએ 85 લાખ રૂપિયા માંગ્યા અને રકઝકના અંતે શિક્ષકે 12 લાખ રૂપિયા આપ્યા હોવાની વાત સામે આવી છે.


આ પણ વાંચો : Gujarat News : ગુજરાત આવી રહેલા થાઇ શિપ પર ઇરાનનો હુમલો, 20 ક્રૂ મેમ્બરને બચાવી લેવાયા, 3 ક્રૂ હજી લાપતા