રાજકોટમાં 44 વર્ષીય સિકંદર માણસી સામે લાગ્યા આક્ષેપ અને પતિને ફિલ્ડમાં અને મહિલાને ઓફિસ વર્કમાં રાખી હોવાની વાત સામે આવી છે, પતિ અને સમાજના આગેવાનોની માગ છે કે આ શખ્સ સામે પોલીસ કાર્યવાહી કરે છે, સિકંદર પરિણીત, એક સંતાનનો પિતા હોવાનું ખુલ્યું છે અને ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં લવ જેહાદની નવી મોડસ ઓપરેન્ડી જોવા મળી
હિન્દુ મહિલા અને તેના પતિને નોકરીએ રાખ્યા બાદ મહિલાને મુસ્લિમ શખ્સે પ્રેમજાળમાં ફસાવી મૈત્રી કરાર કર્યો હતા અને પતિને આ બાબતની જાણ થતા મામલો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, પતિનો આક્ષેપ છે કે, પરિણીત હિન્દુ મહિલાને પ્રેમજાળમાં ફસાવીને સામે વાળો શખ્સ બ્લેકમેઈલ કરતો હતો અને 44 વર્ષીય મુસ્લિમ શખ્સ સિકંદર માણસી સામે ગંભીર આક્ષેપ પરિજનોએ કર્યા છે, લોન કન્સલ્ટન્સીની ઓફિસમાં સિકંદરે મહિલા અને તેના પતિને પહેલા નોકરીએ રાખ્યા હતા.
પોલીસે અરજીના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી
હિન્દુ મહિલાના પતિને ફિલ્ડનું કામ આપી મહિલાને ઓફિસ વર્કમાં રાખી સિકંદરે પ્રેમજાળમાં ફસાવવાનો આક્ષેપ પતિ અને પરિજનો દ્વારા કરવામાં આવ્યો છે, સમગ્ર મામલો પહોંચ્યો રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન અને આ મામલે પોલીસ તપાસ કરી રહી છે, સિકંદર વિરુદ્ધ 2 માર્ચે કરેલ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અરજી બાદ પોલીસે પ્રાથમિક તપાસ કરી ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે.









