રાજકોટ રેન્જ હેઠળ આવતા પાંચ જિલ્લાઓમાં ગંભીર ગુનાઓ આચરીને લાંબા સમયથી કાયદાના હાથમાંથી બચી રહેલા શખ્સોને દબોચી લેવા માટે રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે કડક વલણ અપનાવ્યું છે.

વર્ષોથી ફરાર અને ગુનેગારોને મળશે સજા

દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ ગ્રામ્ય અને સુરેન્દ્રનગર જિલ્લાના કુલ જેટલા નાસતા-ફરતા આરોપીઓની યાદી જાહેર કરી, તેઓની ધરપકડમાં મદદ કરનાર નાગરિકો માટે ઈનામની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં ખૂન, લૂંટ, બળાત્કાર, NDPS જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને વર્ષોથી પોલીસને થાપ આપી રહેલા શખ્સોનો સમાવેશ થાય છે.

આરોપીનું નામ કહેશે તેનું નામ ગુપ્ત રખાશે

આ યાદીમાં સમાવિષ્ટ ઘણા આરોપીઓ આરોપીને દબોચવા માટે જનતાના સહયોગની હાકલ કરવામાં આવી છે, બિહાર, ગુજરાત બહારના રાજ્યો જેવા કે પંજાબ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઝારખંડ અને ઓરિસ્સાના વતની છે. જાહેર કરાયેલા પત્રક મુજબ, આરોપી દીઠ રૂ. ૫,૦૦૦ થી લઈને રૂ. ૨૦,૦૦૦ સુધીનું રોકડ ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.રેન્જ આઈજીએ ખાતરી આપી છે કે જે કોઈ વ્યક્તિ આ આરોપીઓ અંગે સચોટ માહિતી આપશે, તેનું નામ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.


આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી, 29 અને 30 માર્ચે વરસાદની બે સિસ્ટમ થઈ શકે છે સક્રિય