રાજકોટ પીસીબીએ સોખડા ઇન્ડસ્ટ્રીમાં દરોડા પાડયા છે અને દારૂનો જથ્થો ઝડપી પાડયો છે, પોલીસે 6.22 લાખની 174 બોટલ ઝડપી પાડી છે, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, આ કેસમાં કેટલા આરોપીઓ ઝડપાયા છે તેની માહિતી સામે આવી નથી.

રાજકોટ પીસીબીએ ટ્રાન્સપોર્ટની આડમાં દારૂની હેરાફેરી ઝડપી

રાજકોટ પીસીબીને માહિતી મળી હતી કે સોખડા ઈન્ડસ્ટ્રીઝમાં દારૂનું કટિંગ થઈ રહ્યું છે અને બેરલ મારફતે દારૂની હેરાફેરી કરવામાં આવે છે, તે વાતને ધ્યાને રાખી પીસીબીએ દરોડા પાડયા તો બેરલમાં છુપાવી કરાતી હતી દારૂની હેરાફેરી, પીસીબીએ રૂ.6.22 લાખની 174 બોટલ ઝડપી પાડી છે અને વધુ તપાસ શરૂ કરી છે.

રાજકોટ તરફ પશુ આહારની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ પકડાયો

સુરેન્દ્રનગર એલસીબી ટીમે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર બલદાણા પાસેથી રાજસ્થાનથી રાજકોટ પશુ આહારની આડમાં લઈ જવાતા દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો છે. પોલીસે આયશર ચાલકને દારૂ, આયશર, પશુ આહારની થેલીઓ સહિત રૂપીયા 97,64,640ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધી છે.


આ પણ વાંચો : Gandhinagar News : ગુજરાતની આ શૈક્ષણિક સંસ્થાને ગેસના ભાવ વધવાથી કોઈ ફરક નહી પડે, રોજ 500થી વધુ લોકોની રસોઇ બને છે