વિધાર્થીઓને પોલીસ જાપ્તા સાથે જેલથી પરીક્ષા કેન્દ્ર લઇ જવાશે અને આરોપીઓ MBBSના ફાઈનલ વર્ષની આપશે પરીક્ષા જેમાં આરોપીઓએ કોર્ટમાં પરીક્ષા અંગે રજૂઆત કરી હતી અને રતનકુમારના આપઘાતને લઇ પોલીસે કાર્યવાહી કરી છે, સ્યુસાઇડ નોટના આધારે પોલીસે આરોપીને ઝડપ્યા છે અને તપાસ કરાઈ રહી છે.


[[$googlead]]

રાજકોટમાં એઇમ્સના વિધાર્થી રતનકુમાર મેઘવાલના આપઘાતનો કેસ

પોલીસને જે સ્યુસાઈડ નોટ મળી છે તેમાં મૃતકે રાજસ્થાની ભાષામાં આ સ્યુસાઈડ નોટ લખી હતી અને તેમાં કારણ સામે આવ્યું છે કે, મૃતકને એક યુવતી સાથે સબંધ છે તેવી શંકા રાખીને 5 આરોપી તેને હેરાના કરતા હતા જેને લઈ મૃતક હેરાન હતો અને તેણે આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, પરીક્ષા આપવા માટે રાજસ્થાનના જેસલમેરથી રતનકુમાર રાજકોટ આવ્યો હતો અને શનિવારના રોજ આપઘાત મામલે નોંધાઈ હતી પોલીસ ફરીયાદ.

આરોપીઓ દ્વારા કોર્ટમાં પરીક્ષા આપવા જવા માટે કરી હતી રજૂઆત

આ મામલે મૃતકના પિતા મોહનલાલ મેઘવાલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 108, 3(5) તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ પાંચેય આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મૃતક યુવાને અગાઉ 2 વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જોકે હાલ પોલીસે કોર્ટના આદેશ મુજબ પાંચેય ઇન્ટર્ન તબીબ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

[[$alsoread]]


આ પણ વાંચો : Tapi News : તાપીના ઉચ્છલમાં કારના ચાલકે 3 યુવકને ઉડાવ્યા, બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત તો એકનું સારવાર દરમિયાન મોત


 

  • Follow us on: