રાજકોટમાં એમ્બરગ્રીસ સાથે બે આરોપી ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ એમ્બરગ્રીસ રાજકોટથી વિદેશ મોકલવાનો પ્લાન સાથે આરોપીઓ જૂનાગઢથી અમદાવાદ આવ્યા હતા. જોકે, પ્લાન પાર પાડે તે પહેલા જ તેઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે આરોપીઓની ધરપકડ કરીને આ એમ્બરગ્રીસ ક્યાંથી લાવ્યા અને કોને વેચવાના હતા, તે અંગે તપાસ હાથ ધરી છે.


ઘટનાની વિગત

ઘટનાની મળતી માહિતી અનુસાર, જૂનાગઢથી બે ઈસમો એમ્બરગ્રીસના જથ્થા સાથે રાજકોટ આવ્યા હતા. આ એમ્બરગ્રીસનો જથ્થો તેઓ વિદેશ મોકલવાની ફિરાકમાં હતા. આ અંગે પોલીસને ચોક્કસ બાતમી મળતા તેઓએ આ બંને ઇસમોને ઝડપી લીધા હતા. આ એમ્બરગ્રીસના જથ્થાની કિંમત 97 લાખ રૂપિયા થાય છે. જેને પોલીસે જપ્ત કર્યો છે.

પોલીસે બે શખ્સોની કરી ધરપકડ

માલવીયાનગર પોલીસ દ્વારા ગોંડલ રોડ ખોડિયાર હોટલ પાસેથી એમ્બરગ્રીસ સાથે બે શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે. કાળું નાગજી ક્યાડા અને પ્રફુલ શૈલેષ ટોળીયા પાસેથી પોલીસને એમ્બરગ્રીસનો મોટો જથ્થો મળી આવતા જેલના હવાલે કર્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી બે મોબાઈલ સહિત 97.25 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, વ્હેલ માછલીની ઉલટીને એમ્બરગ્રીસ કહેવામાં આવે છે. જેનો ઉપયોગ મોંઘા પરફ્યુમ, દવા અને શેમ્પુ બનાવવા માટે ઉપયોગ થાય છે. જે કારણે એમ્બરગ્રીસનું આંતરરાષ્ટ્રીય બજારમાં લાખો રૂપિયા ભાવે વેચાણ થાય છે.


આ પણ વાંચો - Rajkot: ઉપલેટામાં લોહીના સંબંધો લજવાયા, નરાધમ પિતાએ 4 વર્ષ સુધી સગી પુત્રી પર ગુજાર્યું દુષ્કર્મ


  • Follow us on: